SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬ ) અવતાર લીધા તેમાં આત્માની અશુદ્ધ થએલી વીર્યશક્તિજ કારણ છે. આત્માની વીર્યશક્તિ છે તે આત્મામાંજ પરિણમે તો અનંતકમથી મુક્ત થઈ શકે. તે માટે ખાસ આત્માનુંજ ધ્યાન કરવું જોઇએ. ખરેખર પર જડ વસ્તુમાં રમણતા કરવાની શી જરૂર ? પરવસ્તુનું ધ્યાન કરતાં આત્માને શો ગુણ ? આત્મા પોતાના સ્વરૂપનું ધ્યાન કરે તો સંસારબંધનમાંથી છૂટી શકે. આત્મધ્યાનથી અનંતભવનાં કરેલ કર્મનો ક્ષય થાય છે, જેટલું આત્મઅળ આત્મામાં પરિણમે છે તેટલાં કર્માવરણોનો નાશ થતાં આત્માની નિર્મલતા પ્રગટે છે. બાહ્યની અનેક વસ્તુઓ કે જે. ઈષ્ટ વા અનિષ્ટ નથી, ત્યારે તેઓનું ધ્યાન કરવાથી કંઈ ફાયદો થતો નથી. આત્માના સ્વરૂપનું ધ્યાન ધરવાથી આત્માની નિર્મલતા પ્રગટે છે અને અનેક દુર્ગુણોનો નાશ થાય છે. આત્મા પોતે પરમાત્મા છે એમ ધ્યાન ધરવાથી આત્માની અનંતશક્તિયોનો પ્રકાશ થાય છે. પરમાત્માનું ધ્યાન ધરતાં પણ આત્મા પરમાત્મા થાય છે. અરિહંતાદિક પદનું પણ ધ્યાન ધરતાં આત્મા પરમાત્મા થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં રહેલા અનંતગુણો પૈકી જે જે જ્ઞાનાદિ ગુણો અનુભવમાં આવે તેમાં સંયમ કરવો. ચોવિદ્યાના આશય પ્રમાણે ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણની એકત્ર સ્થિતિને સંયમ કહે છે. દુનિયાનાં ધર્મનાં પુસ્તક દરેક મનુષ્ય વાંચી જોશે તો માલુમ પડશે કે, આત્માજ અનંતશક્તિનું સ્થાન છે, આત્માજ પરમપૂજય ભગવાન છે. અસ્મદીયકૃત આત્મશક્તિપ્રકાશમાં આ આબત વિશેષત: સમાવી છે. શ્રી મહાવીરપ્રભુ સૂત્રોમાં પ્રકાશે છે કે, આત્માજ તારવા યોગ્ય છે, આત્માની નિર્મલતા કરવામાટે સર્વ ક્રિયાઓ કહી છે, આત્માનેમાટે તો કહ્યાં છે. આત્માની અનંતશક્તિયોનો પરિપૂર્ણ પ્રકાશ થતાં આત્મા તેજ પરમાત્મા કહેવાય છે. અરે જગા જીવો! તમો ભ્રાંતિથી બાહ્યમાં ક્યાં શોધો છો. જેનાથી સર્વ વસ્તુઓ શોધાય છે, જણાય છે, અનંતિ શક્તિયોનો ચમત્કાર જેનામાંથી પ્રગટે છે તે તમે પોતે દેહમાં રહેલા આત્માજ છો. ખાદ્યવસ્તુઓમાં ઇષ્ટાનિવિકલ્પનાનો ત્યાગ કરી આત્મામાંજ લક્ષ્ય રાખો. આત્માજ સર્વનો પ્રકાશક છે, પોતાનો પ્રકાશ કરનાર પણ આત્મા છે, આત્માની દા આત્મા જાણવા સમર્થ છે, આત્મા વિના આત્માનું ધ્યાન ધરવા અન્ય સમર્થ નથી. જડ વસ્તુમાં તો જ્ઞાન બિલકૂલ નથી તેથી જડ વસ્તુઓ તો આત્માનું ધ્યાન ધરી શકતી નથી. આત્મા પોતે પોતાનું ધ્યાન ધરી શકે છે તેથી સહજ સ્વકીય આનંદનો ભોક્તા બની શકે છે. ક્રિયા વા ભક્તિથી પણ આત્માજ ઉપાસ્ય છે. કારણ કે ક્રિયા અને ભક્તિમાર્ગથી પણ આત્માને પરમાત્મા અનાવવાનોજ ઉદ્દેશ છે, આવું આત્માનું ધ્યાન ધરનારે યાદ For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy