________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩) ધન તે કંઈ પણ હિસાબમાં નથી. બાહ્ય સર્વ ધનથી આભા ભિન્ન છે એમ પુનઃ પુનઃ ક્ષણે ક્ષણે ભાવના કરવાથી આત્મા ભેદજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. હું સર્વથી ન્યારો છું આ અમૂલ્ય વાક્ય વૈરાગ્ય રંગમાં આત્માને તલ્લીન કરે છે. આ દેખાતા સ્થળ પદાર્થમાં કોઈ પણ પ્રકારની વાસના રહેતી નથી, બાહ્ય વસ્તુઓની વાસનાયોગે બાઘવસ્તુઓના સંબંધમાં અવતાર લઈ આવવું પડે છે જડ પદાર્થોના વિશેષ સંબંધમાં આવવાથી આભા જ્ઞાનાદિક ઋદ્ધિથી દૂર રહે છે. અને તેથી પરિણામ એ આવે છે કે, આત્મા પોતાના સહજ સુખના અજ્ઞાનને લીધે બાહ્યમાં ને બાહ્યમાં રાચી માચી રહે છે અને તેથી આત્મસુખની ગંધ પણ વેદી શકતો નથી, અને જ્યાં સુધી તે આત્મસુખને વેદી શકતો નથી ત્યાં સુધી તે આત્મસુખનો વિશ્વાસી બની શકતો નથી. અંતે પરિણામ એ આવે છે કે તે જડમાંજ સુખની બુદ્ધિ ધારણ કરે છે, માટે આત્મસુખ થવામાટે રાવે વસ્તુથી આત્માને ભિન્ન ભાવવો જોઈએ.
જડ પદાર્થો કેટલાક અજ્ઞાનતાથી પ્રિય લાગે છે, અને તેમાં રાગ થાય છે. પણ શાસ્ત્રકાર તેમાં પ્રિયપણું માનવું યોગ્ય નથી એમ જણાવતા છતા કહે છે કે,
श्लोको
कुतः प्रियपदार्थेषु, ममत्वं क्रियते मया । बाह्यभावात् प्रभिन्नोऽस्मि, तत्र रागो न युज्यते ॥ १० ॥ कुतोऽप्रियपदार्थेषु, द्वेपत्वं क्रियते मया । प्रियाप्रियत्वं मनसः, कल्पितं नास्ति ब्रह्मणः ॥ ११ ॥
શબ્દાર્થ –અહો! મારાવ શાથી પ્રિય જડ પદાર્થોમાં મમત્વભાવ કરાય છે? ખરેખર હું બાહ્ય જડ પદાર્થોથી પ્રકર્ષ (અત્યંત) ભિન્ન છું. ત્યાં રાગ કર ઘટતું નથી. શાથી અપ્રિય પદાર્થોપર મારે દ્વેષ કરવો જોઈએ ? પ્રિય અને અપ્રિયપણે મનથી કપેલું છે, વસ્તુતઃ આત્માનું નથી.
ભાવાર્થ-અજ્ઞાનતાને લીધે કલ્પેલા પ્રિય પદાર્થોમાં અહે મારાથી શાથી મમત્વભાવ કરાય છે, ખરેખર બાહ્ય પદાર્થોમાં પ્રિયતા ક૫વી તેજ બ્રાંતિ છે. બાહ્ય પદાર્થોમાં જ્યાં સુધી સુખની આશા છે, ત્યાં સુધી તેમાં પ્રેમ રહે છે અને ત્યાં સુધી જ તેમાં મમત્વ બંધાએલું રહે છે. પણ આત્મા
જ્યારે જડ અને ચેતનને ભેદ સમજે છે ત્યારે નિશ્ચય કરે છે કે, હું બાહ્ય પદાર્થથી ભિન્ન છું, મારે ત્યાં રાગ કરવો ઘટતું નથી. ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, અને ચક્રવર્તિ સરખા મારું મારું કરતા અન્યગતિમાં ચાલ્યા ગયા, પણ કોઈ
For Private And Personal Use Only