________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) છે, આત્મરૂપ ઈશ્વરની અનંત શક્તિ છે માટે તે અનંત શક્તિમાન કહેવાય છે. આત્મરૂપ ઈશ્વર ઈન્દ્રિયોને જીતી જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારે તે સિદ્ધબુદ્ધ કહેવાય છે. આત્મરૂપ ઈશ્વર કર્મના યોગે જે જે ગતિમાં અવતાર લે છે ત્યાં તે તેવો કહેવાય છે, આત્મરૂપ ઈશ્વર જ્યારે સર્વ કર્મનો ક્ષય કરે છે ત્યારે તે ફરીથી અવતાર લેતો નથી. જ્યાં સુધી કર્મસંબંધયુક્ત છે ત્યાં સુધી આત્મરૂપ ઈશ્વર અવતાર ધારણ કરે છે. આમ અપેક્ષાએ આ ત્માનું સ્વરૂપ માનતાં હઠ, કદગ્રિહ તથા મમતા રહેતી નથી અને સર્વ વાદો અપેક્ષાપૂર્વક સમજાયાથી રાગદ્વેષ રહેતો નથી.
આત્માનું સ્વરૂપ કથંચિત અપેક્ષાએ વાણીથી કહેવા યોગ્ય છે માટે તે વીચ છે અને કથંચિત અપેક્ષાએ આત્માનું સ્વરૂપ વાણીથી પણ પેલી પાર છે માટે તે ગવાય છે. કોઈ વાદી આત્માને એકાંત અવાચ માને છે. અને કેટલાક આત્માને વાચ્ય માને છે. એમ કથંચિત્ આત્માને વાચ્યાવાચ્ચ માનવામાં આવે છે, જે આત્માને સર્વથા અવાચ્ય માનવામાં આવે તે ઉપદેશ પુસ્તક વગેરેની અસિદ્ધતા થાય. તેમજ એકાંત વા કહેવામાં આવે તે ભાષા પુતલમય હોવાથી અને આત્મા અરૂપી હોવાથી વાપણું યથાર્થ ઘટી શકે નહીં. માટે અપેક્ષા એ કહેતાં કોઈ જાતને દોષ આવતો નથી. જૈનદર્શન સર્વ વસ્તુઓના ધર્મોને અપેક્ષાથી કહે છે. માટે સ્યાદ્વાદદર્શન ઉત્તમોત્તમ દર્શન છે એમ સર્વને સમજતાં નિશ્ચય થાય છે. જેમ જેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી આત્મા સ્યાદ્વાદપણે વસ્તુને જાણે છે, અનુભવે છે, તેમ તેમ વિશેષતઃ આસ્તિક્યને પ્રાપ્ત કરે છે. સમજો કે સર્વ વસ્તુઓનું જ્ઞાન થયું તેથી શું થયું? એમ કોઈ કહે તો તેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે સ્યાદ્વાદપણે જેમ જેમ વસ્તુઓનું વિશેષ જ્ઞાન થાય છે તેમ તેમ આત્મામાં વિવેક પ્રકટે છે, માટે આત્માનું સ્વરૂપ નયાદિકથી સમજવું જોઈએ એમ જણાવે છે.
सर्वस्मिन् सर्वतोभिन्नो, ज्ञानेन व्यक्तितः स्वयम् । नयैर्जातं स्वरूपं मे, तथैव सप्तभङ्गतः ॥९॥
શબ્દાર્થ –નીવડે મારું સ્વરૂપ, (મારા આત્માનું સ્વરૂપ) જાણ્યું, તેમજ સપ્તભંગીથી મારા આત્માનું સ્વરૂપ જાણ્યું. તેથી જ્ઞાનની અપેક્ષાએ હું સર્વમાં છું અને તેમજ વ્યક્તિની અપેક્ષાએ હું સર્વથી પોતે ભિન્ન છું.
ભાવાર્થ –નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નથી મેં આત્માનું સ્વરૂપ જાણ્યું, તેમજ ચાફુરિત, ચા
For Private And Personal Use Only