________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) બાહ્ય પદાર્થોમાં સુખ નથી, તેમ છતાં અહો! મૂઢ છે, મેહના પ્રેર્યા તેમાં રંજિત થાય છે તે જણાવે છે.
ો . मिथ्येन्द्रजालवच्छम, नास्तिबाह्येषु त_पि ।
अहो मोहस्य माहात्म्याद्, भृशं रज्यन्ति मानवाः ॥१०॥ શબ્દાર્થ –ઇન્દ્રજાલની પેઠે ફોગટ બાહ્યપદાર્થોમાં સુખ નથી, તો પણ અહો ! મેહના પ્રતાપથી મનુષ્યો તે બાહ્યપદાર્થોમાં રાગ ધારે છે.
ભાવાર્થ:–ઇન્દ્રજાળ વિઘાથી ઘડીમાં અનેક પ્રકારના પદાર્થો દેખવામાં આવે છે, પણ ઘડી પશ્ચાત્ તેમાંનું કશું હોતું નથી. ઈન્દ્રજાળના રૂપિયા દુનિયાનો વ્યવહાર ચલાવવા કામ આવતા નથી, તેથી તે ફોગટ નામમાત્રથી રૂપૈયા કહેવાય છે. ઈન્દ્રજાળના પદાર્થોની પેઠે બાહ્યલક્ષમી વગેરે જડ પદાર્થોમાં સુખ માનવું તે ફોગટ છે. ઈન્દ્રજાળની પેઠે બાહ્યપદાઓંમાં સુખની બુદ્ધિ રાખવી તે ખરેખર બ્રાન્તિ છે. બાહ્યપદાર્થોમાટે આ યુષ્ય વગેરેનો નાશ કરવો તે પણ મહા મૂર્ખતા છે. જે વસ્તુઓથી મમતા, ચિન્તા, શોક અને ભય, વગેરે દોષોની વૃદ્ધિ થાય છે, તેવી લક્ષ્મી, મહેલ, વગેરે વસ્તુઓ માટે ઘાંચીની ઘાણીના બળદની પેઠે રાત્રીદિવસ મચી રહેનાર, ખરેખર આરીસાના સામું દેખી ભસનાર શ્વાનની તુલ્યતાને ધારણ કરે છે. જે લક્ષ્મી વગેરે વસ્તુઓમાં સુખ રહ્યું નથી અને તે ઉલટું કલેશ, મારામારી, ઈર્ષ્યા અને તૃષ્ણા, વગેરેને વધારનાર છે, તેને માટે કયો જ્ઞાનિમનુષ્ય, અન્તરથી રાગી થઈને પ્રયત્ન કરે ? અથત કોઈ જ્ઞાની, અન્તરથી સાચી માચીને બાહ્યવસ્તુઓ માટે મહેનત કરે નહીં.
અહો ! મેહનું માહાત્મ્ય કેવું છે તે તો જુઓ ! મનુષ્યો મેહનાવશે જ ડપદાર્થોમાં સુખની બુદ્ધિથી રાગ ધારણ કરે છે અને બાહ્યપદાર્થોમાટે અમૂલ્ય એવા મનુષ્ય જીવનને હારે છે. જડ એવી લક્ષ્મીના પૂજારા બનીને મનુષ્યો પોતે પણ જડ જેવા બની જાય છે. જડ લક્ષ્મીને માટે અનેક પ્રકારનાં યુદ્ધો કરે છે, જડ લક્ષ્મીની પ્રાપ્તિ માટે કુંટુંબની સાથે કલેશ કરે છે, રાત્રીદિવસ હાય! ધન, હાય! ધન, કર્યા કરે છે; સુખે કરી સુતા નથી, સુખે કરી બેસતા નથી, સુખે કરી ખાતા નથી, અને લક્ષ્મીજ સુખરૂપ છે, એમ માનીને હૃદયમાં તેને જાપ જપ્યા કરે છે. લક્ષ્મીના મદમાં છકી જઈ દારૂડીયાના કરતાં અત્યંત હલકા શબ્દોને ઉચ્ચારે છે અને દારૂડીયાની પેઠે નીચ માગમાં ગમન કરે છે. ગાંડા, (બેભાન) મનુષ્યની પેઠે મહિના તાનમાં પોતાને સુખી માની લે છે અને સાધુસન્તોને ધિક્કારે છે. જડ એવી લક્ષ્મીના સં
યો, ૩૧
For Private And Personal Use Only