________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) કરતાં ઘણો સમય જોઈએ, તેમજ ઘણો જ્ઞાનાભ્યાસ જોઈએ, તેમજ જ્ઞાન થયા બાદ દરેક પ્રકારના પદાર્થોનો ઘણો અનુભવ જોઈએ; સર્વ પ્રકારની મનઃશાળાનો અનુભવ લેઈ આગળ વધવું જોઈએ. શબ્દશાસ્ત્ર, વા ન્યાયશાસ્ત્રની કેટલીક યુક્તિયોથી કંઈ સંપૂર્ણ જ્ઞાનદશા પ્રાપ્ત થતી નથી. જ્ઞાનની પ્રાપ્તિ માટે શુદ્ધ હૃદય કરવું જોઈએ. હૃદયની શુદ્ધતા વિના ઉત્તમ જ્ઞાન હૃદયમાં પ્રકાશનું નથી. નવતત્વ અને પશ્તવ્યનું ઉત્તમ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનમાં ખૂબ ઉંડા ઉતરવું જોઈએ. આવી રીતે જ્ઞાન સંપાદન કર્યું હોય છે તો પણ તેને શ્રદ્ધા અને અનુભવમાં મૂકવું પડે છે, કારણ કે શ્રદ્ધાવિનાનું જ્ઞાન ઉત્તમ કાર્ય કરી શકતું નથી. જ્ઞાન પ્રાપ્ત થયું તોપણ સંસારના સંબંધમાં જે જે કો, દુઓ અને ઉપાધિ આવી પડે છે તેના સામું જે જ્ઞાન પોતાના બળથી ટકી રહે છે, તે જ્ઞાન, ઉત્તમ અનુભવ પ્રાપ્ત કરવા માટે યોગ્ય થયું એમ કહેવાય છે.
સર્વ પ્રકારના પદાર્થો દેખતાં અને જાણતાં આત્મા તેમાં પાવો જોઈએ નહીં, એવી જ્ઞાનની જે દશી તે ઉત્તમ દશા કહેવાય છે. સ્ત્રી, ધન અને પુત્રાદિમાં રાગ થાય નહિ અને દુ:ખકર વસ્તુઓ પ્રતિ દ્વેષ થાય નહીં, અથતુ રાગ અને દ્વેષકારક સ્ત્રી, શત્રુ વગેરેનો સંબંધ છતાં પણ તેમાં જ્ઞાનબળવડે રાગ પણ ન થાય, અને હેપ પણ ન થાય તથા પોતાના અધિકાર પ્રમાણે વર્તી શકાય, એવી જ્ઞાનની ઉત્તમ દશા તે કોઈ વિરલા પુરૂષો પ્રાપ્ત કરી શકે છે. જેમ આદર્શ ( આરીસા )માં લાલ વસ્તુઓનું તેમજ કાળી વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે, એટલે જેવી વસ્તુ સામે હેય તેવું પ્રતિબિબ પડે છે, પણ તેથી આરીસાને તે માત્ર સાક્ષીપણું છે; આરીસ કંઈ લાલ વસ્તુ પર રોગ કરતા નથી, તેમજ કાળી વસ્તુનું પ્રતિબિમ્બ પડ્યું તેથી કાળી વસ્તુ પર દેવ પણ કરતો નથી, તેમ ઉત્તમ જ્ઞાનદશાધારક મહાત્મા સર્વ વસ્તુઓને સાક્ષીવડે દેખે છે અને આદર્શવતું જાણે છે, તોપણ પોતાના અધિકાર પ્રમાણે સર્વ કાયોને કરે છે. તે દશ્ય ય કાર્યોમાં રાગદ્વેષ કરતો નથી. આવી જ્ઞાનની ઉત્તમ દશાવાળો પુરૂષ કહે છે કે, હું સર્વ પદાથોને સાક્ષીરૂપ દેખું છું અને તે પદાથોનો અનુભવ કરું છું પણ તેથી રાગદ્વેષ કરતો નથી, અર્થાત્ સર્વ વસ્તુઓને જાણું છું તો પણ તટસ્થ સાક્ષરૂપે રહેવાથી રાગાદિથી મુંઝાતો નથી, સર્વ પદાર્થોમાં નિલેપ થયો હતો તેમજ પોતાના અધિકાર પ્રમાણે સર્વ કાર્યોને કરતો હતો પણ પોતાના સ્વભાવે વર્તુ છું અને ભવિષ્યમાં વર્તીશ; આ પ્રમાણે આત્મજ્ઞાનિના ઉદ્ગારોથી આપણને તે પ્રમાણે વર્તવાને એક ઉત્તમ બોધ મળે છે. જ્ઞાનિના આવા ઉત્તમ ઉગારો હદયમાં ઉતરીને જિજ્ઞાસુઓને ઉડી અસર કરે છે અને તે પ્રમાણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરાવવા જિજ્ઞાસા કરાવે છે અને
For Private And Personal Use Only