________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૫ )
પણ મનમાંથી ઉઠે છે અને ભ્રષ્ટતાની કલ્પના પણ મનમાંથી ડે છે. જ ગમાં સારા અને ખોટા સર્વ વ્યવહારોને મન, કલ્પે છે અને પોતેજ તેમાં અંધ પામે છે. કુટુંબ ઘર અને ધનને પણ પોતાનું કલ્પનાર મન છે અને તેથી જેટલું જેટલું મને પોતાનું કહ્યું હોય છે તેનો તેનો નાશ થતાં, મનજ દુઃખના સાગરમાં ગરકાવ થઈ જાય છે. અહો ! મનનોજ આ સર્વ પ્રપંચ લાગે છે. મનના તાખામાં જ્યાંસુધી આત્મા છે ત્યાંસુધી મનની અસર આત્માને થાય છે, પણ મનની આવી કલ્પનાથી જ્યારે આત્મા દૂર રહે છે ત્યારે આત્મા ખરેખર મનની કલ્પનાનો નાશ કરે છે અને પોતે સ્વતંત્ર અને છે, અર્થાત્ મનની જે જે કલ્પનાઓ પ્રથમ જગમાં ઉઠેલી હતી તેને આત્મા પોતાની માનતો નથી અને દુનિયા મનના ધર્મને લેઈ જે જે કહે, તે આત્મા, પોતાને કહે છે એમ માનતો નથી. કોઈ મનુષ્ય કહે કે તારી આબરૂ ગઈ ત્યારે મનની કલ્પનાને જીતનાર આત્મા વિચારે કે આખરૂ એ હું શુદ્ધ આત્મા નથી; કોઈ કહે કે હારૂં ઘર મળી ગયું, ત્યારે શુદ્ધ આત્મા વિચારે કે, મારૂં કાંઈ મળે નહીં, હું શસ્ત્રથી છેદ્યાં નહીં, જલથી ભિન્ન નહીં, અગ્નિથી મળું નહીં, મ્હને દુનિયાની પણ અસર થઈ શકે નહિ. મ્હને કીર્તિની ક૯૫ના વા અપકીર્તિની કલ્પના કંઈ પણ અસર કરવા સમર્થ થતી નથી. અનેક પ્રકારના દોષોના આરોપની જે દુનિયા મારાપર કલ્પના કરે તો તે કલ્પનાઓનો કલ્પનાર હું નથી, અને તે મ્હારો શુદ્ધ ધર્મ નથી, તો મ્હારે શામાટે પૂર્વોક્ત કલ્પનાને મારામાં માનવી જોઇએ ? અલબત ન માનવી જોઇએ. મને, જે ઇષ્ટપણાની વા અનિષ્ટપણાની કલ્પના કરી છે તે હું આત્મા નથી અને તેમાં મારૂં કંઈ પણ નથી. આ પ્રમાણે આત્મા શુદ્ધ જ્ઞાનથી વિક્યારે છે ત્યારે મનમાં ઉઠેલી સર્વ રાગદ્વેષની કલ્પનાનો ક્ષય થઈ જાય છે અને આત્માની શક્તિના પ્રતાપે મન પણુ આત્માના તાબામાં રહે છે અને તે આત્માના સન્મુખ રહીને આત્માના ગુણોનું સ્મરણ કરે છે, તેથી મન મોક્ષનું કારણ બને છે.
જ્યાંસુધી પ્રારબ્ધ કર્મની પ્રખલતા છે, ત્યાંસુધી આવશ્યક કાર્યોને કરવાં પડે છે, પણ મન તેમાં બંધાતું નથી, કારણ કે આત્માની શક્તિના પ્રતાપે મન રાગદ્વેષની કલ્પના કરવાને સમર્ચ થતું નથી. મનમાં જ્યાંસુધી મોહના હેતુઓથી મોહનો ઉદય થાયછે ત્યાંસુધી જાવું કે આત્માની શ• ક્તિની અસર મનપર થઈ નથી. જેટલા મોહના સંબંધો છે તેટલા દુઃખના હેતુઓ છે. સ્વમમાં પણ મોહના સંબંધવડે મનમાં દુઃખરૂપ અળતો અગ્નિ ભાસેછે, એવો મોહનો સંબંધ કોણ મનુષ્ય ઈષ્ટ ગણી શકે? અલબત કોઈ પણ ઈષ્ટ ગણી શકે નહીં.
જ્યારે આત્મા પોતે પોતાને ઓળખે છે અને મનમાં ઉડેલા મોહના યો. ૨૯
For Private And Personal Use Only