________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીખામી વગેરેનો દોષ સમજવો. જેનાગોને અહર્નિશ પરિપાડ એજ જેનેજતિનું પ્રથમ પગથીયું છે. જૈનાગના જ્ઞાનવિના કોઈ સાપેક્ષવાદ સમજવા સમયે થયો નથી; કેટલાક બાળજીવો કે જે પોતાને અહંવૃત્તિથી કુતર્કના યોગે પંડિત કલ્પીને બેત્રણ બાબતોને ગમે તે રીતે જાણું લેઈ જેનાગોનું ખંડન કરવી પોપટની પેઠે વાચાળ બની જાય છે, પણ તે ખરેખર પોતાની હાંસી કરાવે છે.
જૈનાગમોનું સભ્ય રહસ્ય સમજાયાથી રતાપક્ષવાદ સારી રીતે આવબોધી શકાય છે. સાપેક્ષવાદને સમ્યગરીયા અવધતાં એકાન્ત હઠવાદનો આગ્રહ છૂટી જાય છે. વિરતારબુદ્ધિવિના સાપેક્ષવાદ સમજી શકાતો નથી. અ૮૫બુદ્ધિથી સાપેક્ષવાદ અપપણે સમજાય છે અને વિશેષબુદ્ધિથી સાપેક્ષવાદ વિશેષપણે અવબોધાય છે. જેમ જેમ શ્રુતજ્ઞાન વૃદ્ધિ પામે છે તેમ તેમ સાપેક્ષવાદનો અનુભવ વૃદ્ધિ પામે છે, અને જેમ જેમ સાપેક્ષવાદ અવળોધાતો જાય છે તેમ તેમ મિથ્યાત્વબુદ્ધિ નષ્ટ થતી જાય છે અને તેમ તેમ સમ્યજ્ઞાનનો પ્રકાશ વધતો જાય છે. જેમ જેમ રાપેક્ષજ્ઞાનને પ્રકાશ વધતો જાય છે તેમ તેમ દુરાગ્રહનું તમવિલય પામતું જાય છે અને સત્યજ્ઞાનનો પ્રકાશ વધતો જાય છે, તેથી સર્વવસ્તુઓ અપેક્ષાએ તનધર્મ વિ. શિષ્ટ જણાય છે અને પોતે કોણ છે તે પણ બરાબર સમજાય છે. સાપેક્ષવાદથી સમ્યગ જ્ઞાન થતાં આત્માના પણ જે જે ભેદો હોય છે તે સાપેક્ષવાદી જાણી શકે છે, તેથી તે પરામપદ માટે યત કરે છે, માટે સાપેક્ષવાદાતર
આત્માના ભેદો દર્શાવે છે.
દા
त्रिधात्मानं विजानाति, बहिरात्मादिभेदतः।
परात्मसाध्यसिद्ध्यर्थं सम्यग्दृष्टिःप्रवर्त्तते ॥ ८३ ॥ શબ્દાર્થ-અનેકાન્તવાદી, આત્માના બહિર્ અન્તર અને પરમ એ ત્રણ ભેદોને જાણે છે અને પરમાત્મરૂપ શુદ્ધપદ સામેની સિદિ અર્થ સયગદ્રષ્ટિ પ્રવર્તે છે.
ભાવાર્થ-બહિર્ આત્મભાવ તે બહિરાભા, કાયાદિથી ભિન્ન વરતુરૂપે આત્માનું જ્ઞાન જેને થાય છે એવો રાજ્યગણિ અત્તરાત્મા કહેવાય છે અને કેવલજ્ઞાનાદિ જેનામાં ઉત્પન્ન થયાં છે તે પરમાત્મા કહેવાય છે. પરિ પૂર્ણ શુદ્ધ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ એજ સાધ્ય વસ્તુ છે. પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિવિના જન્મ જરા અને મરણનાં દુઃખ વારંવાર લાવોભવમાં ભેગવવાં પડે છે, કદી તેનો અન્ત આવતો નથી, માટે સમ્યગણિ જીવ
For Private And Personal Use Only