________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) દીની પેઠે આન્તરિક માલનો પરિહાર કરનાર યોગ છે. જગતમાં અનેક પ્રકારના ચમત્કાર ભૂતકાળમાં જેના વડે પ્રગટહ્યા છે, વર્તમાનમાં પ્રગટે છે, અને ભવિષ્યમાં અનેક ચમત્કારો થશે; તે સર્વનું મૂળ ગ છે. કલ્પવૃક્ષ જેમ ઈચ્છિત વસ્તુઓને આપે છે, તેમ યોગના આરાધનથી પણ ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. પૃથ્વીમાંથી જેમ અનેક પ્રકારની વનસ્પતિયો ઉગી નીકળે છે, તેમ યોગવિદ્યાના આરાધનથી પણ અનેક ગુણ પ્રગટી શકે છે. સાગર પોતાની ગંભીરતાથી જેમ શોભી રહ્યો છે, તેમ યુગવિઘાની પ્રાપ્તિથી ગંભીરતા નામનો ગુણ સંપ્રાપ્ત થાય છે. સમુદ્રમાં જેમ અનેક પ્રકારનાં રત ભર્યા છે, તેમ યોગવિદ્યામાં પણ અનેક પ્રકારની લબ્ધિ રહી છે. સાયન્સ વિદ્યાના શોધકો મનની એકાગ્રતા અને જે તો શોધી કાઢવાના છે, તે તને યોગવડે શોધ થઈ ચુક્યો છે. રોગના અંશભૂત મનની એકાગ્રતાથી પ્રખ્યાત અમેરિકાને શોધક મી. એડીસને અડતાલીસ કલાકમાં શેનોગ્રાફની શોધ કરી તે સર્વે વિદ્વાનો જાણે છે, તે પ્રમાણે આત્મામાં મનની એકાગ્રતા કરીને આત્માની શોધ ચલાવનારા છેગીઓ, કલાકોના કલાકો પર્યત સ્થિર રહીને, આત્માની અનેક શક્તિને પ્રગટાવી શકે, તેમાં કાંઈ પણ આશ્ચર્ય જણાતું નથી. જૈનધર્મનાં પિસ્તાલીશ આગમને સાર પણ એ છે કે, સમ્યકત્વ જ્ઞાનપૂર્વક આત્માની સર્વ શક્તિોને પ્રગટાવવા પ્રયન કરો. મોહનીય વગેરે કમેનો નાશ કરવો અને આત્માની શુદ્ધિ કરીને આત્માને પરમાત્મા બનાવો. રાત્રયીરૂપ યોગનું આરાધન કરીને પૂર્વ અનંત જીવો મુક્ત થયા, થાય છે અને ભવિષ્યમાં થશે. યોગની સાધના કરવાથી મનુષ્ય અને દેવલોકની પ્રાપ્તિ થાય છે અને ઉત્તમમાં ઉત્તમ જે મુક્તિ છે, તેની પણ પ્રાપ્તિ થાય છે. આત્માના શુભ અધ્યવસાય ઉત્પન્ન કરાવનાર યોગ છે. હાલના કાલમાં ઉપશમભાવ અને ક્ષયોપશમભાવની સમાધિને ભેગીઓ પ્રાપ્ત કરે છે.
કેટલાક કહે છે કે, સમાધિમાં ઉઘની પેઠે પડ્યા રહેવું પડે છે, માટે તેવી સમાધિ કરવાની કંઈ જરૂર નથી; આમ કહેનારાઓએ યોગશાસ્ત્રાદિ ગ્રન્થોને પૂર્ણ વાંચ્યા નથી, તેમજ પોતે સમાધિનો અનુભવ કર્યો નથી, એમ કાવિના ચાલતું નથી; કેમકે સમાધિમાં કંઈ ઉંઘવાનું નથી. ક્ષયપશમ અને ઉપશમભાવની સમાધિની પ્રાપ્તિનું કારણ ધ્યાન છે. આત્માના સ્વરૂપનું ધ્યાન ધરતાં ધરતાં ઉપશમાદિભાવની સમાધિ પ્રાપ્ત થાય છે અને તે વખતે આત્માના સહજસુખનો અનુભવ થાય છે, તે વખતે મનની ચંચળ દશા શાન્ત થએલી માલુમ પડે છે, અર્થાત બાહ્ય દુનિયાનું ભાન રહેતું નથી અને આત્માના ઉપગનું તે વખતે વિશેષ પ્રકારે અસ્તિત્વ રહે છે; એમ જૈન ચાગના અનુભવીઓ પોકારીને કહે છે, શ્રીમદ્ આનન્દઘનજી અને શ્રીમદ્
For Private And Personal Use Only