________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) પર્વતની પ્રાપ્તિનો આધ કરતો નથી, તેમ શાસ્ત્રોના આધારે વસ્તુતઃ વિચારી જોતાં કાલભેદ, અધિકારભેદ, દિશાભેદ, જાતિભેદ, દૃષ્ટિભેદ, ગુણસ્થાનકભેદ, રૂચિ, ચારિત્રક્રિયા, વયભેદ અને આસભેદ પણ, મનુષ્યોને પરમાત્મપદ પ્રાપ્તિમાં-બાધ કરી શકતો નથી; જોકે ભેદો કારણપરત્વે છે, પણ તે મેરૂ પર્વતની પ્રાપ્તિમાં બાધ કરનારા નથી, તે પ્રમાણે યોગની ધાર્મિક ક્રિયાઓમાં પણ ભેદો દેખાય, તોપણ તે પરમાત્મપદ પ્રાપ્તિમાં બાધ કરનારા નથી. યોગદૃષ્ટિસમુચ્ચયમાં આ બાબતની દિશા વર્ણવી છે. કાલ અને દેશનો ભેદ તો અને નષ્ટ થયાવિના રહેતો નથી. જે મનુષ્યો સકલકર્મનો ક્ષય થાઓ અને પરમાત્મપદ પ્રાપ્ત થાઓ, આવી ભાવનાથી તપશ્ચર્યા આદિ કરે છે, તેઓને સકામ નિર્જરાની પ્રાપ્તિ થાય છે; આવી ભાવનાથી મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલા જીવો પણ સકામ નિર્જરા કરે છે, એમ જૈન શાસ્ત્રોમાં દર્શાવ્યું છે, તે ઉપરથી સિદ્ધ થાય છે કે, જે જ્ઞાનાવરણીયાદિ અષ્ટકમ (સંચિતાદિકર્મ)–નો ક્ષય કરવા માટે તપ જપ કરે છે; તેવા મિથ્યાત્વી જીવો પણ ઉપરના ગુણસ્થાનકપર ચઢવાને માટે અધિકારી બને છે, અર્થાત્ મોક્ષમાર્ગના અંશ તરીકે પ્રથમ ગુણસ્થાનકના જીવો પણ વ્રત, તપાદિથી, યોગમાર્ગની આરાધના કરે છે, તેથી મિથ્યાત્વી જીવોને પણ ઉપરના ગુણસ્થાનકપર ચઢાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
સર્વ જીવોપર મૈત્રી ભાવના ધારણ કરવી, સર્વ જીવોના ગુણ સંબન્ધી પ્રમોદભાવના ધારણ કરવી, મધ્યસ્થભાવના ધારણ કરવી અને કરૂણાભાવના ભાવવી, એ આપણા યોગમાર્ગના અધિકારીઓનું કર્તવ્ય છે. લોકોના ભિન્ન ભિન્ન મત દેખીને તેઓનાપર ગુસ્સે ન થતાં મતસહિષ્ણુતા ગુણ પ્રાપ્ત કરવાથી, ચેગના માર્ગમાં સ્થિર રહી શકાય છે, માટે સત્ય ચોગમાર્ગની પ્રરૂપણ કરવી અને દયાભાવથી અસત્ય માર્ગોને પરિહાર કરવા ઉપદેશ દેવો. મન-વાણી અને કાયાના અશુભ વ્યાપારોનો ત્યાગ કરીને મન-વાણી અને કાયાથકી સુવ્યાપારોને અભ્યાસ કરનાર યોગધર્મમાં પ્રવેશ કરી શકે છે.
યોગનો અભ્યાસ કરવાની ઈચ્છાવાળાઓએ, દારૂ, માંસ, ગાંજો, ધતુરો, કોકીન વગેરે વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ. સાત્વિક આહાર કરવાથી અને રજો ગુણ અને તમોગુણ આહારનો ત્યાગ કરવાથી, યોગની સાધના સારી રીતે થઈ શકે છે. સાત્વિક આહારથી ઉત્તમ બુદ્ધિ રહે છે. “જેવો આહાર તેવો ઓડકાર” એ કહેણમાં ઘણો ભાવાર્થ સમા છે, યોગ્ય આહાર અને યોગ્ય વિહારથી યોગની સિદ્ધિ થાય છે.
માનસિક બળ પ્રાપ્ત કરીને આત્માની જ્ઞાનાદિ શક્તિયોનો પ્રકાશ કરો અને રાગાદિ દુર્ગુણોને નાશ કરવા પ્રયત્ન કરવો, એજ ગજ્ઞાનનું કાર્ય છે. રસગુણોની જે જે ઉપાયોવડે પ્રાપ્તિ કરવી તે યોગ કહેવાય છે. કર્મનો ક્ષય કરવાને સમાન કોઈ સાધન નથી. જગમાં ગંગાન
For Private And Personal Use Only