________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવું, આત્માના પરિણામની શુદ્ધિ થાય તેવા નિમિત્તોનું અવલંબન કરવું, શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મની, આરાધના કરવી અને આત્માનું ધ્યાન ધરવું; ઇત્યાદિ યોગનો સાર છે. અન્યદર્શન, યોગને કઈ રીતે માને છે અને જેનો વેગને કેવારૂપે માને છે, તે જૈનોગના અને અન્ય દર્શનીય યોગના ગ્રંથો વાંચવાથી, ભેદ જણાઈ આવશે. જૈન આગમને બાધ ન આવે એવું યોગનું વિધાન આદરવા લાયક છે. જેનામોથી વિપરીત જે અન્ય રોગનાં પુસ્તકોનું મતવ્ય હોય તે જાણવા ચોગ્ય છે, પણ આદરવા લાયક નથી, તથા શ્રદય યોગ્ય નથી.
પૂર્વના જૈનાચાર્યો ભદ્રબાહુ જેવા, પ્રાણાયામ અને મહાપ્રાણાયામની ક્રિયાઓ કરતા હતા, એવું આચાર્યના ઇતિહાસોથી સ્પષ્ટ જણાઈ આવે છે. શ્રીમદ્ હેમચન્દ્ર આચાર્ય પ્રાણાયામથી એકવીસમી પાટ ઉપર અધર રહ્યા હતા અને યોગથી દેવતાને પ્રત્યક્ષ કરવા સમર્થ થયા હતા. શ્રીમદ્ જિનદત્તસૂરિ ગધ્યાન સમાધિની સાધનાથી મહા પ્રભાવક બન્યા હતા. યોગના બળથી ભદ્રબાહુ સ્વામીએ જૈનધર્મની જયપતાકા આર્યાવર્તમાં ફરકાવી હતી, પણ હાલ જૈન સાધુઓમાં યોગની સાધના મન્દ પડી ગઈ છે. કેટલાક નિરક્ષરતાથી ભ્રમિત થએલા જેને, જેઓ ચોગના પ્રતિપક્ષી બનીને, રોગનું ખંડન કરવા ગાંડા મનુષ્યની પિઠ પ્રયત્ન કરે છે, તેઓ પૂર્વના જૈનાચાર્યો અને જૈન શાસ્ત્રોની આશાતના કરીને બહુલ સંસારી થાય છે. ધ્યાનસમાધિથી આત્માની શક્તિ વધે છે, એમ સાઋતકાલના જૈન તથા જૈનેતર સાક્ષરો એકી અવાજે બોલી રહ્યા છે. મનને વશ કરવામાં યોગના જેવું કેઈ ઉત્તમ સાધન નથી, યોગના અભ્યાસીઓને અત્ર સૂચના કરવામાં આવે છે કે, તેઓએ જૈન ચોગશાસ્ત્રોના આધારે યોગનું સ્વરૂપ જાણવું અને જૈન ચગીને ગુરૂ કરીને રોગનો અભ્યાસ શરૂ કરવો. ગુરૂ કયા વિના-ગુરૂની આજ્ઞા પ્રમાણે અભ્યાસ કર્યાવિના–કેગના અભ્યાસનું ફળ પ્રાપ્ત થઈ શકતું નથી– યોગનાં ગુપ્ત રહસ્યોને યોગીઓ અધિકાર પ્રાપ્ત થયાવિના જણાવતા નથી, અર્થાત ચોગીઓ ગ્યતા પ્રમાણે યોગની કુંચીઓ દર્શાવે છે.
હોગની કેટલીક ક્રિયાનો જૈન શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે, પણ તે સંબંધી વિશેષ સ્વરૂપ અત્ર ચર્ચવાની જરૂર જણાતી નથી. કેગનાં પુસ્તકો વાંચીને મોટી મોટી વાત કરવાથી યોગી બની જવાતું નથી, પણ
ગશાસ્ત્ર પ્રતિપાદિત માર્ગમાં પ્રયાણ કરવાથી યોગી બની શકાય છે. યતિ, સાધુ, શ્રમણ, સંયત, અને યોગી વગેરે શબ્દોનો એક અર્થ છે. કેટલાક બાવાઓ વગેરે યોગજ્ઞાનની ગંધ પણ જાણતા નથી અને યોગી બનીને અન્યને છેતરે છે, પણ તેથી સાક્ષરી તો છેતરાય નહીં. યોગનું ખરું સ્વરૂપ જાણવાથી યોગવિદ્યાનો ફેલાવો કરી શકાય છે અને તેથી જૈન શાસનનો ઉદ્ધાર કરી શકાય
For Private And Personal Use Only