________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
રહેલી છે, તે જ કારણથી તે પદાર્થોમાં ન્યાયપૂર્વકની સાતા સિદ્ધ થાય છે. ૨૦
---
વિવેચન: અહિઆં ચેોગશાસ્ત્રમાં આત્મામાં અને
**
તેથી અન્ય પુદ્ગલઆદિ દ્રવ્યેામાં જે જે સ્વભાવ વિદ્યમાન છે, તેવા ગુણ પર્યાયરૂપ સ્વમાવની અપેક્ષાએ સદ્છતા અથવા વિદ્યમાન ગણાય છે. અને તેમાં જે ગુણ પર્યાય નથી, તેવા ગુણ પર્યાયરૂપ ભાવની અપેક્ષાથી અસદ્ કહેવાય છે. તેથી જો આપણે કાઇ પણુ દ્રવ્ય કે જે આત્મા-પુરૂષ કે બ્રહ્મરૂપ છે, તેને એકાંતે સદ્ કહિએ, અને તેથી અન્ય પુદ્ગલ આદિ દ્રવ્ય જે આપણને નિત્ય અનુભવમાં આવે છે. જેની સાથે અનંત કાલનેા સંબંધ પણ છે, તેને અસદ્-એટલે એકાંત અભાવરૂપ કહિએ. એટલે “બ્રહ્મ સત્ નવું મિથ્યા” બ્રહ્મ એક આત્મતત્ત્વ સત્ય અને વિદ્યમાન છે. અને જગત્ એટલે પૃથ્વી-પાણી—અગ્નિ-આકાશ–કાલ વિગેરે અસત્ય છે, અભાવરૂપ છે. એમ જે વેદાંતી કહે છે, તે અનકાંત દૃષ્ટિના સ્યાદવાદથી વિચાર કર્યા વિના કેવી રીતે પ્રમાણિક મનાય ? જેમકે આત્મા જે એકાંતે સ્વ અને પર અને સ્વરૂપથી સદ્ હાય તા, પેાતાના જ્ઞાન ચૈતન્યથી સદ્ અને નિત્ય છે, તેમ પર જે જડ રૂપે રૂપ, રસ, ગંધ શબ્દ, સ્પર્ધા સ્વભાવવાળા પુદ્ગલ ભાવે સદ્ એટલે શાશ્વત માનવા પડે. તે તે વેદાંત મતે અનિષ્ટ જ છે, તેથી સ્યાદ્વાદમતાવલંબન વડે જૈન દર્શન કહે છે કે, આત્મા જ્ઞાન દર્શનાદિ ગુણથી સદ્ સત્ય છે. અને પરપુદ્ગલ આદિ જડ ધર્મથી અસત્ છે. કારણ કે આત્મામાં તે ધર્મ નથી રહી શકતા. તેમજ જડ પુદ્ગલ
For Private And Personal Use Only