________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૬
પણાને પામવા રૂમ પરિણામ પામે છે. આવી રીતે બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબના ઉદયથી વિભાગવાળી આત્માની પ્રતિબિંબરૂપ પરિણતિ થયે છતે તે આત્માની છાયા જેમાં પડે. છે, તે બુદ્ધિરૂપ અતઃકરણ (મન) શબ્દ, રૂપ, રસ, ગધે, સ્પર્શ વિગેરે વિષયેને ગ્રહણ કરે છે, અને બાહ્ય વિષયને ભોગ અધ્યવસાય રૂપે પ્રતિબિંબત આત્મા–પુરૂષ ગ્રહણ કરે છે. તે કારણે તે વિષને અનુભવ રૂપ ભેગ આ આત્માને જ કહેવાય છે, એમ આસુરિ વિગેરે સાંખ્ય પંડિતે જણાવે છે. તેમાં ઉપમા રૂપે દષ્ટાંત આપે છે કે- સ્વચ્છ એટલે કાદવ, લીલ, ફુગ, સેવાલરૂપ મેલ જેમાં નથી તેવા નિર્મલ પાણીથી પૂર્ણ ભરેલા કુંડમાં મૃગ લાંછનવાલા ચંદ્રમાનું પ્રતિબિંબ ઉદયરૂપે પ્રગટ થયે છતે, જલના તરંગથી પ્રતિબિંબની ચંચળતા અનુભવાય છે, તેવી રીતે બુદ્ધિથી ગ્રાહત વિષયે પણ તેમાં બિંબરૂપે પ્રગટેલા આત્મામાં આરોપાય છે. જેવી રીતે સ્વચ્છ પાણીમાં ચન્દ્રનું પ્રતિબિંબ પડે છે, તેમ બુદ્ધિ પણ સ્વભાવથી સ્વચ્છ છે તેમાં આત્મા રૂપ પુરૂષનું પ્રતિબિંબ પડે છે, કારણ કે બુદ્ધિમાં આત્માનું સ્વબિંબ સ્થાપન કરવાનું સ્વાભાવિક સામર્થ્ય છે, પાણીમાં જે ચંદ્રમાને તે બુદ્ધિમાં આત્માને બિંબરૂપે પરિણામ થત હોવાથી એટલે બુદ્ધિમાં આત્મા પ્રતિબિંબરૂપે પ્રગટતે. હોવાથી બુદ્ધિ જે જે પરિણામે ઉપજાવે તેને નિર્વિકારી હોવા છતાં આત્મા બુદ્ધિની સાથે ભેગા કરે છે, એમ ઉપચાર ભાવે કહેવાય છે. બીજું કાંઈ નથી. ૪૫૦
-
હવે આ આર્ય ભગવાન તેને ઉત્તર આપતાં જણાવે છે
For Private And Personal Use Only