________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૦
આત્મા સર્વ પુદગલના વ્યાપારના અભાવથી સ્વસ્વરૂપની પ્રાપ્તિથી ક્ષીણ વૃત્તિ સમાધિ અને મેળવે છે. તે સમાધિ યોગમાં મનના વ્યાપાર રૂ૫ વિકલ્પ નથી થતા. હવે જ્યાં મન રૂપ વિજ્ઞાનથી જે સમાધિ થાય છે તેને સંકજ્ઞાત યોગ કહે છે. ત્યાં મનના વ્યાપાર તથા કાય, વચનના વ્યાપાર તે હોય છે. મને વ્યાપારને જ્યાં અભાવ થાય છે તેને અસંપ્રજ્ઞાત યોગ કહે છે. અહિં અસંપ્રજ્ઞાત સમાધિના બે ભેદ કહેવાય છે. તેમાં ઘાતિકર્મના ક્ષયથી કેવલી અવસ્થામાં વિકલ્પ જ્ઞાનને તથા તેના બીજ રૂપ કારણે એટલે જ્ઞાનાવરણાદિ કર્મના બંધ તથા ઉદયનો નાશ થવાથી અભાવ થાય છે. મનમાં તેવી પુદગલ ક્રિયાને નિરોધ થવાથી અસંપ્રજ્ઞાત યોગ રૂપ સમાધિ કે જેને વૃત્તિ નિરોધ એટલે મનોવૃત્તિને રોધ જેમાં છે તેવી અસંપ્રજ્ઞાત સમાધિ શ્રીમાન પતંજલી યોગી કહે છે. આ સમાધિ સયોગી કેવલી પણની દશામાં રહેલા યોગીઓને હેય છે. અને બીજે અસંપ્રજ્ઞાત યોગ અથવા સર્વવૃત્તિ નિરોધરૂપ યોગ કહેવાય છે. તેમાં સર્વ બાકી રહેલા મન વચન કાયા રૂપ ગુગલ યોગ કે જે તેરમા ગુણ સ્થાનકમાં વર્તે છે, તેને તથા તેના કારણ રૂપ જે અઘાતક-અઘાતી કર્મ રૂપ નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય કર્મ જે કાય તથા વચન યોગના બીજ રૂપ છે તેમજ જે ઔદારિક શરીર વિગેરે ને અત્યંત ઉચ્છેદ કરવા રૂપે બાકી રહેલા છે તેને યોગ નિષેધ કરીને સર્વ વૃત્તિને ઉરછેદ કરવા રૂપ વૃત્તિ નિરોધ રૂપે સમાધિ યોગને આમા પ્રાપ્ત થાય છે. તેને આપણે આચાર્યો વૃત્તિ
For Private And Personal Use Only