________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૮
વાઘ , બજાજભવન श्रेणिमाप्य ततः शिमं, केवलं लमते क्रमात् ॥४२०॥
અર્થ_એ પ્રમાણે ચરમ-છેલા જન્મને પ્રાપ્ત કરીને કરીને નવા જન્મનું કારણ નષ્ટ થાય, તેવી ક્ષપક શ્રેણીને પામીને અનુક્રમે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. ૪ર૦
વિવેચન–એવી રીતે પૂર્વે જણાવ્યા પ્રમાણે અધ્યાત્મગ, ભાવનાયેગ, ધ્યાનયોગ અને સમતા યોગના સતત અભ્યાસથી સમતા રૂપ સમાધિયોગમાં સ્થિરતા જે એને પ્રાપ્ત થઈ છે તેવી અવસ્થાથી યુક્ત થયેલા યોગીને અનુક્રમે નવા ભવ સંબંધી આયુષ્યને બંધ નહિં બાંધેલ હોવાથી છેલ્લા ભવમાં સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્રની અપ્રમાદભાવે આરાધના કરતા અનુક્રમે આ પ્રાપ્ત થયેલા છેલ્લા એટલે ચરમ ભવમાં હવે પછી નવા રાવના જન્મનું કારણ રૂપ કર્મ કે જે આયુષ્ય છે તેને બંધ કરવાને હોતો નથી. તેવા યોગ યુક્ત આત્માને મેહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય રૂ૫ ચાર ઘાતી કર્મનો નાશ કરવા અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ, સૂમસં પરાય, યથાખ્યાત રૂપ શ્રેષ્ટ ચારિત્રમય ક્ષીણ મહ ગુણસ્થાનની પ્રાપ્તિ જેમાં રહેલી છે તે શ્રેણતર પુરૂષાર્થ યુક્ત ક્ષપક શ્રેણિમાં ચઢીને સર્વ આત્મસ્વરૂપના ઘાતક ઘાતી કર્મને બીજ સહિત સમૂલ નાશ કરીને કેવલજ્ઞાન કેવલ દર્શનને યોગી આત્મા જલદી પ્રાપ્ત કરે છે. તે બધી શક્તિને સંપ્રજ્ઞાન યોગ કહે છે. આ સંપ્રજ્ઞાન યોગને સમતા યોગ પણ આપણે કહીએ છીએ.
For Private And Personal Use Only