________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૦ અર્થ-જેમ વૃક્ષનું મૂલ વૃક્ષની વૃદ્ધિને હેતુ છે, તેમ કર્મબંધનની એગ્યતા એજ સંસારરૂપ વૃક્ષનું મૂલલક્ષણ રૂપે જાણવું, વિચિત્ર મનની વૃત્તિઓ પાંદડા જાણવાં, આવું સંસારનું પરમ તત્વ જાણવું. ૪૦૯
વિવેચનઆ સંસાર રૂપ મહાન વડવૃક્ષ છે, તેનું મૂલ એટલે વૃક્ષની જીવન નિર્વાહિકા રૂપ નાડી મૂલમાં રહેલી છે, તેમ આ નારક, તિર્યંચ, નર, દેવ રૂપ ભવપરપરા રૂપ વડ વૃક્ષનું મૂલ-ઉપાદાન કારણુ (નિયાયિક મતે' સમવાયી કારણ) તે જીવમાં રહેલી ભવવૃદ્ધિની યોગ્યતાજ છે, તે યોગ્યતાનું લક્ષણ રાગ દ્વેષ રૂપ મેહનીય કર્મ દલની ભયંકર ગાંઠજ છે, તે વાત પૂર્વે જણાવી છે. તે વૃક્ષ જેમ પલવને સમુદાય હાય છે તેમ આ સંસાર વૃક્ષને સજીવન રાખનારી જીવાતમાની મન વચન કાયા વડે કરાતી ક્રિયા-વ્યાપાર રૂપ વિચિત્ર પ્રકારની જુદી જુદી જાતની અનેક વૃત્તિઓ રૂપ પરિણામો છે તેમ જાણવું. તે જ સંસાર રૂપ વૃક્ષને અનંત કાલથી જીવન આપે છે. તેમજ ફળ, ફૂલ અને તેના સ્વાદ રૂપ રસ આપનારા ઉદયમાં આવેલા કેમના વિપાકે જાણવા. તે વાત પણ પૂર્વે કહેવાઈ ગઈ છે. આવી રીતે સ્થિર મન કરીને પરમાર્થ ભાવને વિચારો તે પરમ તત્વ છે. ૪૦૯
આથી જે વાત સિદ્ધ થાય છે તે જણાવે છે – उपायोपगमे चास्या, एतदाक्षिप्त एव हि । तत्त्वतोऽधिकृतो योग, उत्साहादिस्तथाऽस्य तु ॥४१०॥
For Private And Personal Use Only