________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૬ વિવેચન-સ્થૂલ એટલે બહારથી દેખાય તેવી તથા સૂક્ષમ એટલે જે વૃત્તિનું યથાર્થ જ્ઞાન ન થાય તેવી એમ બે પ્રકારની ક્રિયા આત્મામાં થાય છે. તેમાં સ્કૂલ એટલે મેટી ક્રિયા-ગમનાગમન, હલનચલન રૂપ ક્રિયા શરીર વડે થાય છે તથા સૂક્ષ્મ એટલે ઝીણી ક્રિયા પણ શરીર સંબંધિ છે, કે જે શ્વાસોશ્વાસ વિગેરે ક્રિયા રૂપ ચેષ્ટા ને કારણે થાય છે, અથવા જે જીવાત્માઓને આત્માના અસંખ્ય પ્રદેશને શરીરના વિભાગમાં અનુક્રમે ફરવા રૂપ જે ક્રિયા થાય છે, તે બધા આત્માના વ્યાપાર એટલે આંતરીક સૂક્ષમ વૃત્તિઓ કહેવાય છે. તેમાં મન વચન કાયાવડે કરાતી શુભ કિયા પુન્યના હતભ્રત થાય છે, તેમજ અશુભ ક્રિયા પાપના હેતુભૂત થાય છે. આવા શુભાશુભ કર્મની ક્રિયા જીવાત્મા ને અનાદિ કા લથી થયા કરે છે, તેથી કને બંધ થાય છે. તે કર્મ આત્માના સ્વરૂપમય નથી પણ પુદ્ગલની વણારૂપ છે. તેનો આત્મા સાથે આજ કાલને આહિરૂપ સંબંધ નથી પણ અનાદિ કાલનો પરંપરાગત સંબંધ છે. એક વખતે કર્મ ભગવતા શુભાશુભ અધ્યવસાયવડે નવાં બંધાય, તે ભેગવતાં બીજા બંધાય, આમ પ્રવાહથી અનાદિ કાલથી પરંપરાગત જીવાત્માને કર્મ સાથે સંબંધ થયેલ છે, તે પણ તે કર્મ આમાથી પર–અન્ય જ છે. કમનું સ્વરૂપ જીવને ચાર ગતિ ચોરાસી લાખ યોનિમાં ભમાડવાનું કાર્ય કરે છે. તે કર્મ બંધનની યોગ્યતા વડે રાગદ્વેષ આદિ કષાય તેજ એને કર્મબંધનું બીજ–ઉપાદાન કારણ થાય છે. જ્યારે તે યોગ્યતારૂપ બીજ આત્માથી જેટલા અંશે નાશ પામશે ત્યારે તેટલા અંશે નવા કમને અભાવ ભવ્યાત્માને થશે, તેજ
For Private And Personal Use Only