________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણવું. એમ અધ્યાત્મ એગના અભ્યાસીઓ–ભાવગીઓ જણાવે છે, ને કહે છે કે આત્માના સ્વરૂપનું અભેદભાવરૂપે જે ચિંતવન, મનન થાય તે ભાવાધ્યાત્મયોગ જાણ. ૪૦૪
હવે નો છેલ્લો ભેદ વૃત્તિ સંક્ષય છે તેનું વિવરણ કરતાં જણાવે છે કે –
भावनादिनयाभ्यासाद्, वणितो वृत्तिसंक्षयः ।। स चात्मकर्मसंयोग-योग्यताऽपगमोऽर्थतः ॥ ४०५ ॥
અર્થ–-ભાવનાદિ ત્રણ યુગના અભ્યાસથી જેનું વર્ણન સંક્ષેપથી કરાયું છે તે વૃત્તિ સંક્ષયગ સિદ્ધ થાય છે, તેને અર્થ વિચારતા આત્માની કર્મબંધની જે અનાદિની યેગ્યા છે, તે જયારે દૂર થાય, ત્યારે વૃત્તિ સંક્ષયાગની પ્રાપ્તિ સિદ્ધ થાય છે, એમ જાણવું. ૪૦૫
વિવેચન–અધ્યાત્મયોગ સમ્યગદર્શન તથા જ્ઞાનથી યુક્ત હોય છે. તેવા અધ્યાત્મ યેગીએ અનુક્રમે ભાવનાયોગ ત્યાર પછી ધ્યાનયોગ અને સમતાયોગ એમ ત્રણ યોગને અભ્યાસથી પ્રાપ્ત કરે છે. એટલે સામાયિક, પૌષધ, પ્રતિકમણ, શ્રાવકના બાર અહિંસાદિ વ્રત પાલતા અને સાધુના ગુણેથી યુકત પંચ મહાવ્રત પાળતા, ઉપસર્ગ પરિષહાને જીવતા, મિત્રી આદિ ભાવના ભાવતા, બાહ્ય તથા અત્યંતર ભાવે તપ કરતા, ધર્મ તથા શુકલ ધ્યાનનો અભ્યાસ કરતા, ધ્યાનયોગ સિદ્ધ થાય અને જગતના સર્વ જીવાત્મા પ્રત્યે, શત્રુ મિત્રને સમભાવે જોતાં શમતા પ્રાપ્તિ થાય. એમ ત્રણ મેંગેને અભ્યાસ કરતા સિદ્ધ થાય છે. એ વાત આ યોગ
For Private And Personal Use Only