________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૦
અર્થ–સંસારમાં રહેલા સર્વ જીવાત્માને જે કર્મ બંધ થાય છે તે જીવના વ્યાપાર વિના નથી સંભવતે, તેમજ વ્યાપાર કરતા જે ફળ આવવું જોઈએ તે કર્મના સંબંધ વિના નથી આવતું, તેમજ શુભાશુભ કર્મનું ફલ પણ પુરૂષાર્થ વિના નથી આવતું, આમ અપેઅન્ય–પરસ્પર કર્મ અને પુરૂષાર્થ ને સંબંધ વ્યવહાર નયની અપેક્ષાથી જોડાયેલો છે તેમ જાણવું. ૩૨૧
વિવેચન-સંસારમાં રહેલા છે અનેક પ્રકારના સુખ દુઃખને જે અનુભવ કરે છે, તેમાં પુરૂષાર્થ તથા કર્મની મુખ્યતા તથા ગૌણતા રહેલી છે, તેમ અવશ્ય અનુભવાય છે. જે કર્મ જીવ કરે છે તે તેવા પ્રકારના પુરૂષાર્થ રૂપ વ્યાપાર વિના નથી બનતા, એટલે મનવડે વચનવડે અને કાયાવડે જે વ્યાપાર ક્રિયારૂપ પુરૂષ પ્રયત્ન થાય છે, તે વડે જીવાત્મા સંસારના બંધન રૂપ શુભ વા અશુભ કર્મ ઉપજાવે છે, તેમજ તે કરેલા કર્મના ફલની પ્રાપ્તિ પણ તેવા પ્રકારની બુદ્ધિ અને વ્યાપાર વિના નથી સંભવતી. કહ્યું છે કે – " असंभवं हेममृगस्य जन्म, तथापि रामो लुलुभे मृगाय । प्रायः समापन्नविपत्तिकाले, धियोऽपि पुंसां मलीना मवंति
જગતમાં સુવર્ણના મૃગને જન્મ થવાનો સંભવ નથી એમ સર્વ કે જાણે છે, છતાં શ્રીમાન રામચંદ્ર દેવ શ્રીમતી સીતાદેવીના આગ્રહને વશ થઈને તે દેખાતા મૃગને સુવર્ણ મૃગ માનીને તેને ગ્રહણ કરવાના લેબી બની તે મૃગને પકડવા અથવા મારવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા, તેમાં બીજું
For Private And Personal Use Only