________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
પણુ ગોપેન્દ્ર પંડિતના કહ્યા પ્રમાણે માને છે, તેથી જે પ્રમાણે પરમાત્મા વીતરાગે ઉપદેશેલું છે તેને સારી રીતે વિચાર કરીએ તે આત્માને સત્ય વસ્તુને અવશ્ય અનુભવ પૂર્વક નિશ્ચય થશે. એટલે તે અપુનબંધક થશે તેમ જણાવે છે. માટે ભવ્યાત્માએ પરમાત્માના કહેલા પારમાર્થિક ઉપદેશમાં સ્થિર શ્રદ્ધા રાખી, શક્તિ પ્રમાણે પુરૂષાર્થ પૂર્વક દેવપૂજા, ગુરૂ ભક્તિ વિગેરે કરવું, અને આત્મ વીર્યના સંપૂર્ણ ઉલ્લાસ પૂર્વક અપ્રમાદ ભાવે પાંચ મહાવ્રતને અંગી કાર કરી યથાસ્વરૂપે આઠ પ્રવચન માતાને પાળતા, સ્વાધ્યાય અને ધ્યાનથી સર્વ કર્મ મલને નાશ કરવા ઉદ્યમ કરવો. ૨૦૦
તે વાતને હવે શ્રી હરિભ સુરીશ્વર ભગવાન જણાવે છે – योजनाद्योग इत्युक्तो, मोक्षेण मुनिसत्तमैः। स निहत्ताधिकारायां, प्रकृतौ लेशतो ध्रुवः ॥२०१॥
અર્થ:–મેક્ષની સાથે જે ક્રિયા સંબંધ કરાવે તેને યોગ કહેવાય છે એમ મહા મુનિવરએ કહેલું છે. તે યોગ પ્રકૃતિને અધિકાર એક અંશથી નિવૃત્ત થતા નિશ્ચય જલ્દી થાય છે. ૨૦૧
વિવેચન –મેક્ષની સાથે એટલે સર્વ કર્મના ફાયપૂર્વક સચ્ચિદાનંદ પદની પ્રાપ્તિ થાય તેવા નિર્વાણપદની સાથે જે જપ, તપ, અનુષ્ઠાન સંબંધ કરાવે એટલે મોક્ષ તરફ ગમન કરાવે તેવી જે સર્વશ્રેષ્ઠ ક્રિયા-અનુષ્ઠાન હોય તેને એમ કહેવાય છે. એમ મુનીશ્વમાં પરમ શ્રેષ્ઠ તીર્થકર, ગણધર; મહર્ષિ વિગેરે આપણું મહાપુરૂષ પ્રવરે
For Private And Personal Use Only