________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુલાબ, મેગ, શતપત્ર, કમલ, કુમુદ આદિથી પૂજન કરવું. બલી એટલે પકવાન, ફલ આદિ દેવ પાસે નૈવેદ્યરૂપે ધરવા. વસ્ત્ર એટલે વસ્ત્રો જેવા કે રેશમી, સુતરાઉ વિગેરેના બનાવેલા અંગરખા, ખેસ, છેતી વગેરે દેવ પાસે ધરવા, તેમજ તે દેવના ઉત્તમ ગુણે રૂ૫ અલંકારથી યુક્ત સ્તુતિ અને સ્તવને ઉત્તમ સંગીતથી ગાવા, જેથી આપણું મનને અત્યંત પ્રભેદ થાય, તેમના માર્ગે ચાલવાની શક્તિ પ્રગટે, અને આપણે આત્મા પૂર્ણ પવિત્ર બની, દેવને યેગ્ય અનુયાયી બને. માટે શરીર, મન, વાણી અને વસ્ત્રાદિકની પવિત્રતા અને ઉત્તમ શ્રદ્ધા, બહુમાનપૂર્વક દેવેની પૂજા કરવી, એવી દેવપૂજા આત્માને અધ્યાત્મ આદિ વેગમાર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર થાય છે એમ આપણું પૂજે કહે છે, માટે તેમ અવશ્ય જાણવું. ૧૧૬.
દેવમાં કયા દેવને પૂજવા, કયાને ન પૂજવા તે વાત જણાવે છે:
अविशेषेण सर्वेषा-मधिमुक्तिवशेन वा । गृहिणां माननीया यत्, सर्वे देवा महात्मनाम् ॥११७॥
અર્થ:–વિશેષપણનો ત્યાગ કરી સામાન્યભાવે ગૃહસ્થોએ સર્વ દેવની યથાયોગ્ય પૂજા કરવી અથવા જેને જે દેવમાં વિશેષ શ્રદ્ધા હોય તેમની એગ્ય પૂજા કરવી. કારણકે પરલોકની પ્રધાનતા વડે તે મહાત્મા ગીઓએ મતિ મેહાદિ કારણેથી કઈ ચેકસ દેવને નિર્ણય ન કર્યો હોવાથી સર્વ દેવને નમસ્કારાદિથી માનવા ચગ્ય છે. ૧૧૭.
For Private And Personal Use Only