________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
त्यागश्च तदनिष्टानां, तदिष्टेषु प्रवर्तनम् । औचित्येन त्विदं ज्ञेयं, प्राहुर्धर्माद्यपीडया॥११४ ॥
અર્થ:–તે પૂને જેથી અનિષ્ટ થતું હોય તેને ત્યાગ કરવો. તેમનું હિત થતું હોય તેમાં પ્રવૃત્તિ કરવી, એમ તેમને જે જે એગ્ય ઉચિત હોય તે જાણીને તેવા વિષયમાં પ્રવૃત્તિ કરવી કે જેથી ધર્મ, અર્થ, કામ અને મક્ષ રૂપ પુરૂષાર્થોમાં તેઓને પીડા ન થાય. ૧૧૪.
વિવેચન –ગુરૂ માતા પિતા વિગેરે પૂનું જેથી અનિષ્ટ થતું હોય, કે જેમાં તેઓની સંમતિ ન હોય, તેવા કાર્યોને ત્યાગ કરવો. અને જેમાં તે પૂનું હિત થતું હોય, જેમાં તેઓની અનુમોદના હોય એટલે તેઓને જે પ્રિય હોય, તેવા વ્યવહારના મુખ્ય કાર્યોમાં પ્રવૃત્તિ કરવી, એમ જે એગ્ય છે તે અવશ્ય આદરવું. હવે તેમાં જે અપવાદ છે તે જણાવે છે-પૂજા, સેવા, ભક્તિ, દાન, તપ વિગેરે જ્યાં જ્યાં જે જે ઉચિત એટલે હોય તે તે તેમના હિત માટે આચરવું, તે પૂજન જાણવું, એમ શાસ્ત્રના જાણકારે જણાવે છે. તેમજ તે શાસ્ત્રકારે જણાવે છે કે ધર્માદિનું જેવી રીતે પીડન ન થાય તેમ કરવું. તેમાં દુર્ગ. તિમાં જતા જીવને પાછો વાળીને સગતિમાં સ્થાપન કરે તે ધર્મ, દયા, દાન, શિયળ, તપ, ભાવ, ક્ષમા, આર્જવ, માદવ, ઇન્દ્રિય નિગ્રહ, મને નિગ્રહ વિગેરે ધર્મ તેનું યથાર્થ રીતે પાલન કરવું, તેના પુન્યથી ગૃહસ્થને અર્થ લાભ થાય છે, અને અનુકુલ ભેગે પણ મળે છે. ધર્મ પુરૂષાર્થથી
For Private And Personal Use Only