________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
વિગેરે જ્યારે આપણી નજીક આવતા દેખાય ત્યારે આસન ઉપરથી ઉભા થઈને તેમની સન્મુખ જવું. અને આદર પૂર્વક પ્રણામ કરીને તેમને જે ગ્યા હોય તેવા પ્રકારનું આસન યેગ્ય સ્થાન ઉપર સ્થાપીને, ત્યાં બેસાડીને વંદના પૂર્વક સેવા કરવી, પ્રેમ સહિત સાતા પૂછવી, કાર્ય માટે આજ્ઞા માંગવી, એવી રીતે વિનય, વૈયાવૃત્ય કરે. તેમજ અસંબંધ હોય તેવું, ગુરૂ વિગેરેને ગમતું ન હોય તેવું કાંઈ પણ ન બલવા પૂર્વક તેમની નજીક બેસીને, તેમની આજ્ઞા બરાબર વિનય ચુકત ગ્રહણ કરવી. તેમજ જ્યાં પેસાબ કરવાનું સ્થાન હોય, જાજરૂનું સ્થાન હોય શરીર મલીન હોય તેવા સ્થાને કે સમયે તે પૂજ્યોના નામને ઉચ્ચાર ન કર, તેમજ તે પૂજ્યની કેઈ નિંદા અવર્ણવાદ કરતા હોય તે સાંભળવું નહિ, તેમજ આપણે પણ તેમને અવર્ણવાદ-નિંદા ન કરવી, તેમના દેશે ન બતાવવા. કદાચિત વિરૂધ પક્ષ સ્વપક્ષની સભા હોય તેમાં મધ્યસ્થ સ્થાને બેસવાનું બનેલું હોય તે પણ તેમના દેશે સાંભળવા નહિ કે ગાવા નહિ જોઈએ. ૧૧૨ - તથા બીજું પણ સમજવા ગ્ય છે તે જણાવે છે – साराणां च यथाशक्ति, वस्त्रादीनां निवेदनम् । परलोकक्रियाणां च, कारणं तेन सर्वदा ॥११३॥
અર્થ–સારા તેમજ આપણી શક્તિ અનુસાર વસ્ત્રો આદિ એટલે અન્ન, પાત્ર સમર્પણ કરવા, તે અર્થે વિનંતિ કરવી તથા તેમને યોગ્ય જ્ઞાન ગાદિના અભ્યાસ માટે અનુકુલ સગવડ કરવી, તેમની પરાકની સાધનામાં
For Private And Personal Use Only