________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ વાદિ મેલને સુદેવ ગુરૂ ધર્મની સેવા કરવાથી, સત્ય જ્ઞાન દર્શન નથી યુક્ત અપ્રમાદભાવે ચારિત્ર પાલવાથી, આત્મા નિર્મળ અંત:કરણ યુક્ત થાય છે. તેને જ ભાવના કારણરૂપ કર્મબંધને અભાવ થતે હેવાથી તેજ આત્માને અપુનબંધકત્વ સદ્યુક્તિથી ઘટે છે, પરંતુ અન્ય જે મિથ્યાત્વ, અવિરતિ કષાય તથા અશુભ ભેગમાં રહેલા જીવે છે તેને તે કેવી રીતે ઘટે? તેથી જ જણાવે છે કે મેક્ષ માર્ગમાં પરાયણ આત્માએ સારી એટલે પવિત્ર બુદ્ધિથી યુક્ત, સમ્યગદર્શન તથા સમ્યગ જ્ઞાન તથા સમ્મચારિત્રની સમયે સમયે અપ્રમાદભાવના શુદ્ધોપગ વડે આરાધના કરતા, ક્રમે ક્રમે ગુણ સ્થાનકની શ્રેણિમાં વધતા વધતા, કર્મમલને ક્ષય કરતા, ભાવવૃદ્ધિ કરનારા કર્મના બીજને નાશ કરે છે. તેવા અપુનર્બ ધકેજ સાચા મહાત્મા ઉત્તમ આત્મસ્વભાવને પ્રગટ કરનારા જાણવા. તે મહાત્મા સાધુ પુરૂષ ફરીને સંસારમાં ભમાવનારા કર્મબંધને ન કરતા હવાથી સંસારની પુનરાવત્તિ પણ તેમને નથી થતી. તેમજ તેઓ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિથી યુકત હોય છે. તેમાં પણ આસન પ્રાણચામ, પ્રત્યાહાર વિગેરે બાહ્ય વેગમાં અત્યંત આગ્રહવાલા નથી હોતા, તેથી પુદગલ સુખભેગની ઈચછાને અભાવ હોવાથી ભવાભિવંગ એટલે દેવાદિભવના ભેગની ઈચછાને પણ અભાવજ સમજ. આવી જે કિયા-અનુષ્ઠાને જ્ઞાન પૂર્વક વિવેકવાલાને પ્રગટ થતા હોવાથી તે અનુષ્ઠાને પૂર્વ સેવાના લ છે એમ જાણવું. ૯
તે વાતને તીર્થકરોના મત સાથે વિચાર કરતા સંગતતા બતાવતાં જણાવે છે –
For Private And Personal Use Only