________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
चित्रस्यास्य तथामावे, तत्स्वाभाव्याते परः। न कश्चिद्धतुरेवं च, तदेव हि तथेष्यताम् ।। ७७ ।।
અર્થ –ચિત્ર એવા આ જીવને તેવા પ્રકારનું વિચિત્રપણું થવામાં જીવ કર્મને તેવા પ્રકારને સ્વભાવ જ કારણ છે, તે વિના બીજે હેતુ નથી. તે કારણથી જીવને કર્મને સંબંધ તેવા સ્વરૂપ સ્વભાવથીજ છે તેમ માનવું. ૭૭
વિવેચન –ચિત્ર નામના કેઈક, જીવ વિશેષને અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાલ ચાલ્યા જાય ત્યારે એક પુદ્ગલ પરાવર્ત થાય. તેવા અનંતા પુદગલ પરાવર્તન કાળવા સંસારભ્રમણ થાય છે તેમાં કારણ રૂપ જીવને વળગેલા વિચિત્ર પ્રકારના અનંતા કર્મદલના સમૂહ છે. તેથી તે ચિત્ર જીવને તેના તેવા પ્રકારના સ્વભાવના કારણે અનંત પુદગલ પરાવર્તન કાલ સુધી સર્વ પુદ્દગલનું ગ્રહણ અને મૂકવાપણું પણ અનંતી વખત થાય છે. કારણ કે મેહ બીજ મય કર્મદલને તેજ સ્વભાવ છે કે જીવના અશુભ અધ્યવસાયની સાથે રહીને નવા નવા કર્મદલને ગ્રહણ કરાવે છે, તેથી તેવા પ્રકારના સુખ દુઃખાદિ ભેગવતા પૂર્વે બાંધેલાને ક્ષય થાય, અને તે કર્મબીજ રૂપ રાગદ્વેષના યેગે અધ્યવસાયથી નવા કર્મદલને સંચય થાય. આવા પ્રકારની પરંપરાના પ્રવાહ રૂપ ક્રિયા જીવ સંસારમાં અનંત પુદગલ પરાવર્તનથી કરે છે અને કરશે. તેમાં તેના કર્મના વિચિત્ર સ્વભાવની તથા જીવ સ્વભાવની હેતુતા રહેલી છે, તેથી બીજે હેતુ જણાતું નથી. આમ હોવાથી જીવ સ્વભાવની વિચિત્રતાથી તથા કર્મ
For Private And Personal Use Only