________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ] मूलम्-" ओसन्नोवि विहारे, कम्मं सोहेइ सुलभबोहीय ।
चरणकरणं विसुद्धं, उत्रवृहंतो परूवितो ॥१॥ छाया-अबसन्नोऽपि विहारे, कर्म शोधयति सुलभबोधिश्च ।
चरणकरणं विशुद्ध-मुपहन प्ररूपयन् ॥ १॥
અર્થ––વિહાર કરવામાં શિથિલ હોય તે પણ સુલભધિજીવ ચરણકરણ-ચારિત્રક્રિયામાં અત્યંત વિશુદ્ધતાને ધારણ કરતા તે આત્માને લાગેલ અશુભ કર્મદલને શોધે છે-વિનાશ કરે છે. ૫ ૧ છે માટે જેઓ સત્ ક્રિયા અનુષ્ઠાનના ખપી હોય તેઓ છદ્મસ્થપણાને લીધે ઉપયોગથી ચૂકીને ભૂલ કરે તે પણ આરાધક જ ગણાય છે. પરંતુ જે લો કે ગીતાથ સદ્દગુરૂની આજ્ઞા માનતા નથી છતાં અમે સમ્ય વિધિ અનુષ્ઠાન કરીએ છીએ અને ઉત્કૃષ્ટ ચારિત્રવાળા છીએ એવા પ્રકારની અભિમાનીઓ નવા પ્રકારના ખોટા મનકલિપત વ્યવહાર ચલાવે છે, તેમજ વિશુદ્ધ ચારિત્ર તથા ગ્ય વ્યવહાર પ્રાપ્ત કરી શકતા નથી તેવા મૂઢ અજ્ઞાનીઓ આત્માની શુદ્ધિનું જે યોગબીજ-સમ્યગ્દર્શન જે કંઈક મેળવેલું હોય તે વિનાશ કરે છે, તેથી મોટા દોષને પાત્ર થાય છે. જેઓ સત્ય વિધિ અનુષ્ઠાનને કરે છે અને બીજા પાસે કરાવે છે. વળી બરાબર ઉપદેશ આપે છે તેવા મહાપુરૂષનું દર્શન, સમાગમ અને પરિચયથી ખરેખર વિઘસમુદાયને વિનાશ થાય છે, એમ અમે કહીએ છીએ. વળી કહ્યું છે કે
For Private And Personal Use Only