________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૬ ]. અર્થ-જેમ શરણે આવેલા વિશ્વાસુ મનુષ્યનું મસ્તક કાપી નાખીને તેને વિનાશ કરે છે તેમ ઉપદેશક આચાર્ય પણ ઉત્સુત્ર-તીર્થકર, ગણધર અને પૂર્વધર આદિ ગીતાર્થોના કરેલા સિદ્ધાંતથી વિરૂદ્ધ ઉપદેશ આપી ભોળા ને સંસારભ્રમણ કરાવે છે. જે ૧ છે તેમનામાં ઉસૂત્રપ્રરૂપણામય આ એક મુખ્ય દોષ છે, એમ ન સમજવું પરંતુ સુવિધિની પ્રરૂપણને ભેગ આપીને અવિધિની પુષ્ટિ આપે છે, અને અવિધિને નિષેધ કરતા ન હોવાથી તેની પ્રશંસા તથા અનુમોદનની આપત્તિ આવે છે. તેથી ફલિતાર્થ એ જ આવે છે કે–તે અવિધિ અનુઠાનને ઉપદેશ આપનાર તથા પ્રવૃત્તિ કરાવનાર હોવાથી દેષપાત્ર જ છે. જે લોકો એમ કહે છે કે–અમે તે વિધિને ઉપદેશ કરીએ છીએ, તેઓ પોતે અવિધિથી અનુષ્ઠાન કરે તેમાં અમારો દોષ નથી, તેથી અમે દેષપાત્ર નથી, કારણ કે-અમે અવિધિએ ધાર્મિક અનુષ્ઠાનને ઉપદેશ આપતા નથી તેથી અમે દોષપાત્ર નથી. આવા ખોટા બચાવને ગ્રહણ કરી બેસી રહેવું વ્યાજબી નથી, કારણ કે ધર્માચાર્ય સાધુ પુરૂષે બીજા ભવ્યાત્માને તારવામાં તત્પર રહેલા હોય છે, તેથી સર્વ પ્રકારના ઉદ્યમપૂર્વક અવિધિને નિષેધ કરી વિધિપૂર્વક અનુષ્ઠાનને શ્રાતા શ્રાવકેને ઉપદેશ આપી શુદ્ધ ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવવી જોઈએ, જેથી તે શ્રાવકવર્ગ સત્ય માર્ગમાં પ્રવેશ કરીને આત્મહિત કરે, નહી તે ઉમાર્ગમાં આવવાથી અનેક મરણ કરી વિનાશ પામે છે, તેમાં
For Private And Personal Use Only