________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
તેથીયેગના પુસ્તકની નિરંતર આવશ્યક્તા રહે છે. આ ગ્રંથના પ્રફે કાળજીપૂર્વક મુનિ મહારાજ શ્રીહેમેન્દ્રસાગરજીએ તથા પંડિત ભાઈશંકરભાઈએ સુધાર્યો છે તેમજ યોગ્ય સુધારણું અનેક સ્થળે કરી છે તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે. દરેક વાચક ગદ્વારા સિદ્ધિ મેળવે અને પરંપરાએ મેક્ષની પ્રાપ્તિ કરે એવી શુભ ભાવના સાથે આ પ્રસ્તાવનારૂપ ચત્કિંચિત નિવેદન કર્યું છે.
કેઈપણ ભાષામાં લખાયેલે ગ્રંથ તે ભાષાના બધા જાણકારોને માત્ર વાંચવાથી જ સમજાવો જોઈએ એ નિયમ નથી, કારણકે અક્ષરપર્યાલચનથી જે અર્થન્વય બંધ થતું હોય તે પછી જગતને શિક્ષણ ક્રમની અપેક્ષા રહે જ નહિ. વળી પ્રતિપાદ્ય અર્થને અનુકૂળ પારિભાષિક શબ્દ અને વાક્યરચના ન હોય તે તે અર્થ શિ થિલ થાય તે સ્વાભાવિક છે, માટે વાંચવાથી અર્થ ન સમજી શકે તેવા જિજ્ઞાસુઓએ યોગ્ય અધ્યાપક પાસે પદ્ધતિસર અધ્યયન કરવું આવશ્યક છે. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ પ્રાંતિજ(એ.પી. રે.)) (ગુજરાત)
યોગાભિલાષી તા. ૨૬-૭-૪૧ ઇ ડો. માધવલાલ નાગરદાસ શાહ.
For Private And Personal Use Only