________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮). શરીર ઉપર નિગ્રહ થાય છે, તેમ જ ઈદ્રિય તથા કાયાની શુદ્ધિ ૫ણું બાહા તપથી થાય છે તે કારણે મોક્ષના ઈચ્છક આત્માગીએ અવશ્ય આચરવું. હવે અત્યંતર તપથી મનની તથા આત્માની શુદ્ધિ થાય છે. તે આ પ્રમાણે
पायच्छितं विणओ, वेगावच्चं तहेवसज्झाओ। झाणं उसग्गोवि अ, अभिंत्तरओ तवो होइ ।। २ ॥
અર્થ –-પ્રમાદથી જે જે વ્રતમાં દેષ લાગ્યા હોય, અવિવેકવાળું આચરણ થયું હોય તેને ગુરૂ આગળ બાળકની પેઠે સરલભાવે જણાવીને ગુરૂ જે અનુષ્ઠાન બતાવે તે પ્રમાણે આલેચના-પશ્ચાત્તાપૂર્વક ક્રિયા કરવી તે પ્રાયશ્ચિત ત૫ (૧) વિનયતપ-ગુરૂ પ્રમુખને અયુત્થાન આદિ કરવું (૨) વૈયાવૃત્ય તપ-ગુરૂ, બાલ, ગ્લાન તપસ્વીને આહારપાણી દેવા વિગેરે સંબંધી યોગ્ય સેવા કરવી (૩) તથા અધ્યાત્મ ભાવને પ્રગર કરનારા શાસ્ત્રો, અંગોપાંગ, પ્રકરણ ગાથાનું ગણવું, અર્થ–પરમાર્થ વિચારે તે સ્વાધ્યાય ત૫ (૪) ધ્યાન તપ-આત ધ્યાન-માયા લાભ રાગાદિનું ધ્યાન કરવાનું ભાગ્ય પદાર્થની પ્રાપ્તિનું તથા પ્રતિકુળ પદાર્થના સંબંધને ત્યાગ કરવાની ભાવનાને આર્તધ્યાન કહેવાય છે મારવા-પીટવા વિગેરેની ભાવના તે રૌદ્રધ્યાન. આ બેને સર્વથા ત્યાગ કરવો.
અને ધર્મધ્યાન આત્મ દ્રવ્યથી અન્ય પુગલ સંબંધ અજ્ઞાન મિથ્યાત્વના રોગ થાય છે. તેને ત્યાગ કરવાની ઈચ્છા તે બાર ભાવના, મૈત્રી આદિ ચાર લાવના તે ધર્મધ્યાન. પરમાત્મા અને આત્માના સ્વરૂપની દ્રવ્ય ગુણ પર્યાયની
For Private And Personal Use Only