________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૨)
સ્ત્રી વા પુરૂષની સાથે વાર્તાલાપમાં, હાંસીમાં, નમ્ર વાર્તામાં, રાગ દ્વેષ ઈર્ષા કોધ માન માયા લેમ કામ વિગેરે કઠણ પરિણામથી જુદું-મૃષાવાદ બોલાય છે તે પણ પર્વત પૂરોહિત તથા વસુ રાજાની પેઠે દારૂણ વિપાકને ભગવાને છે, માટે તેવા પ્રકારના સર્વ મૃષાવાદથી વિરામ પામું છું-તેવા ભાવને ત્યાગ કરૂં છું. ૨ છે
उग्गहं च अजाइत्ता, अविदिन्नेय उग्गहे । अदिन्नादानस्स वेरमणे एस वुत्त अइक्कमे ॥३॥
અર્થ-અવગ્રહ-જેની માલીકીમાં હોય તેની આજ્ઞા લીધા વિનાની વસ્તુઓ, ઘર, ઉપાશ્રય, પાટ-પાટલા, વસ્ત્ર, કંબલ વિગેરે લેવી વાપરવી તે અદત્ત-ચાર્ય વૃત્તિ કહેવાય; માટે જ્યાં સુધી માલીક પાસે યાચના ન કરી હોય અને માલીકે રજા આપી ન હોય તેવી વસ્તુ આપાગી સાધુ ન વાપરે તેમજ માલીક, રાજ વા અન્ય રજા આપતે છતે જ્યાં સુધી આપણે સ્વીકાર ન કરીયે ત્યાં સુધી પણ આપણે ન વાપરી શકીયે. આવી રીતે પર વસ્તુને મન, વચન, કાયાથી નહિ ઈચ્છનારે સાધુ અદત્તાદાન-અન્ય માલીકે આપ્યા વિનાની વસ્તુને સ્વીકારવારૂપ ચાર્ય, વૃત્તિથી ઉપર કહી તે ભાવનાથી પાછા ફરે છે. હું પણ તેવી રીતે ચાર્ય વૃત્તિથી વિરામ પામું છું તેમજ તે ૩ છે
मामि जीवादत्तं. तित्ययर अदत्तं तहेवय गुरुहि । एवं अदत्तं चउहा पन्नत्तं वीयरायहिं ॥ ४ ॥
For Private And Personal Use Only