SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org { ૨૪ અધર વિદ્રુમ સ્મિત ફૂલડાં, કુચલ કઠીન વિશાલ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ. પ્રબલ જ્વલિત અયપુતલી, આલિંગન ભલું તત; નરક દુઆર નિતખિની, જ્વત સેવન એ દુરંત દાવાનલ ગુણુ વન તણા, કુલમથી સૂર્યક એહ; રાજધાની માહરાયની, પાતક કાનન મેહ પ્રભુતાએ હરિ સારિખા, રૂપે મદ્દન અવતાર; સીતાયેરે રાવણ યથા, છંડા તુમે નરનાર. દશશિર રણમાંહે રાલિયાં, રાવણ વિવશ અખબ, રામે ન્યાયેરે આપણા, રાપ્યા જગ જય થંભ. પાપ બધાએરે અતિ ધણાં, સુકૃત સકલ ક્ષય જાય, અબ્રહ્મચારિનું ચિંતવ્યું, કદીય સળ નિવૅ થાય. મંત્રક્ળે જગ જ વધે, દેવ કરેરે સાનિધ્ય, બ્રહ્મચર્ય ધરે જે ના, તે પામે નવનિધ. શેઠ સુદર્શનને ટળી, શૂળી સિંહાસન હોય, ગુણ ગાયે ગગનેરે દેવતા, મહિમા શીયળને જોય. મૂળ ચારિત્રનું એ ભલું, સમતિ વૃદ્ધિ નિદાન, શીળ સલિલ ધરે જિંકે, તસ હાય સુજસ વખાણુ, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only પાપ. ૩ પાપ. પાપ. પાપ. પાપ. ૪ ૫ ' ७ પાપ. ८ પાપ. ટ પાપ. ૧૦ પાપ. ૧૧ શ્રીમદ્ ઉપાધ્યાયજી ખાલ્યાવસ્થાથી બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્ય પાળવાથી થતા ગુણે ના તેમણે અનુભવ કર્યા હતા તેથી તે મહાપુરૂષ ખરેખર વ્યભિચાર આદિ દોષોથી થતા મુકાયદાને વર્ણવી લેાકેાને બ્રહ્મચર્ય તરફ આકષઁ છે. ગૃહસ્થાવાસમાં પુરૂષ ખરેખર પરસ્ત્રી કામી થઈ ને તથા લપટ થઈ ને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય છે, તેમજ સ્ત્રીએ પરપુરૂષથી લપટ થઈને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય છે. શીયળ અથવા બ્રહ્મચર્યવ્રત પાળવાથી અનેક પ્રકારનાં પાપકમાંથી મનુષ્ય દૂર રહે છે. વ્યભિચાર આદિ અબ્રહ્મચર્યથી મનુષ્યા દુર્ગતિમાં પ્રવેશ કરે છે. કામના વિષયમાં જગત્ મુંઝાયું છે. જે મનુષ્ય ખરેખર કામને જીતે છે તેજ ભીષ્મપિતામહની પેઠે જગમાં પેાતાની કીર્ત્તિ અમર કરે છે. કામાસક્તિ ધારણ કરનારાએ આત્માની રાક્તિને પગતળે કચરી દે છે, અને દુર્ગુણાના પાસમાં પક્ષીની પેઠે ક્રૂસાય છે. ઉપરની સાયમાં ઉપાધ્યાયે જેવું વર્ણવ્યું છે તે પ્રમાણે વ્યભિચારી પુરૂષ વા સ્ત્રીના હાલ થાય છે. પરસ્ત્રીના રાગથી રાવણ સરખા રાજાની પણ દુર્દશા થઇ તે અન્યનું શું કહેવું? અન્નહાર્યે ખરેખર મેાહનૃપતિની રાજધાની છે અને પાપરૂપ વનને ખીલવવાને માટે ા મેધ સમાન છે. જેણે જગતના ગુરૂ બનીને જગત્ત્ને બ્રહ્મચર્યના માર્ગમાં દેરવવું હોય તેણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવુ જોઇએ. કામવિષય લંપટી કુગુરૂએ પત્થરની નાત્ર સમાન છે. પરસ્ત્રીના માહથી આર્યભૂમિના નૃપતિઓની દુર્દશા થઈ છે. પરસ્ત્રીના માહથી ગુર્જર દેશના રાજા કરણઘેલાએ ગુર્જર દેશને સદાને માટે પરતંત્ર કર્યાં, અને તેની ભૂરી દશા થઇ. દ્રૌપદીની લાજ લૂટવાને તત્પર ચએલા કૈારવાના પાપથી પાંડવાએ યુદ્ધના નિશ્ચય કર્યાં અને તેથી દેશની અને મનુષ્યાની દુર્દશા થઈ. પરસ્ત્રીના માહથી સિદ્ધરાજ જયસિંહે ચન્દ્રસમાન ઉજ્વલ એવી પેાતાની કીર્તિમાં ડાધ લગાડયો. પરસ્ત્રી લ’પટત્વદોષથી કેટલાક રાઠોડા રજપુતાની પડતીમાં કારણભૂત થઈ પડયા. પરીહરણુ,
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy