________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ વર, ખેદ અને અવિશ્વાસની વૃદ્ધિ થાય છે, અને જે સત્ય બોલે છે તેની મન, વાણી અને કાયા પવિત્ર થાય છે અને તેને આત્મા, પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. સત્યથી જગતના સર્વવ્યવહારે ચાલે છે. સત્યથી પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે. આર્યાવર્તના મનુષ્ય પૂર્વે, સત્ય વાણી પ્રાયઃ વિશેષતઃ વદતા હતા. આર્યાવર્તની અધોગતિ કરનાર અસત્ય છે, અસત્ય વદનારા મનુષ્યથી ભારત ભૂમિની અવનતિ થાય છે. ગમે તેવા સંકટમાં પણ સત્યવ્રતનું પાલન કરવાથી વચનની સિદ્ધિ થાય છે એમ શ્રીમદ્દ જણાવે છે – જે સત્યવ્રત ધરે ચિત્ત, હેાયે જગમાંહે પવિત્ર, આજ છે તેહનેરે નવિ ભય, સુર વ્યંતર યક્ષથી; જે નવી ભાંખે અલીક, બેલે ઠાયું ઠીક, આજ હૈ ટેકેરે સુવિવેકે, સુજશ તે સુખ વરેજી. - ઈત્યાદિ ગાથાઓથી તેમની સત્યવાણ બેલવાની તથા તેમની મનુષ્ય સત્ય બોલે તે તરફ કેટલી બધી રુચિ હતી તે તેમનાં ઉપરનાં વાકચોથી માલુમ પડે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only