________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
ભકતના મનરૂપ ત્રાંબાને પરમાત્માને પ્રેમ ખરેખર સુવર્ણરૂપ કરી દે છે. પરમાત્મા ઉપર નેહ ધારણ કરવાથી મનમાં રહેલા દુર્ગુણેના સંસ્કારે ટળી જાય છે અને મને ખરેખર પરમાત્માના સનેહવડે ઉચ્ચ શુદ્ધ બને છે. ઉદકને લેશ માત્ર જલધિમાં ભળીને અક્ષયપદને પામે છે, તેમ પ્રભુના ગુણેની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરીને ભકતજન પણ અક્ષયપદને પામે છે, ચંદનની ગંધ એ તેની સ્વાભાવિક ગંધ છે, તેમ પરમાત્માની સાથે મળવું એ શુદ્ધ સ્વાભાવિક સંબંધ છે. આત્મા તે પરમાત્મારૂપે થાય છે. પરમાત્માની સાથે શુદ્ધપ્રેમ ધારણ કરતાં કરતાંશુદ્ધ પ્રેમને પ્રવાહ અગ્નિના તણખાની પેઠે એટલે બધે વૃદ્ધિ પામે છે કે તેથી સઘળું જગત એક આત્મસમાન ભાસે છે, અને તેથી તે ભકતના રાગદ્વેષને વિલય થાય છે અને તે મુકતદશા પ્રાપ્ત કરે છે. શુષ્કજ્ઞાનીએ પ્રભુના ઉપર પ્રેમ ધારણ કરી શકતા નથી તેથી તેઓ સાત્વિક ગુણના આનંદના અભિમુખ થઈ શકતા નથી, અને શુદ્ધ પ્રેમરસની ગંગામાં સ્નાન
www.kobatirth.org
For Private And Personal Use Only