________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખીરે અદભૂત તાહ રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદવરેજી; તાહરી ગત તું જાણેરે દેવ, સમરણુ ભજન તે વાચક જશ કરે છે. ૫
શ્રીમદના ભક્તિમય એક સ્તવન પર જે બરાબર ભાવાર્થ લખવામાં આવે તે એક મેટે ગ્રન્થ થઈ જાય, તેથી અત્ર તેમના ભક્તિના સ્તવનનું સંક્ષેપથી શબ્દમાં દિગદર્શન કરવામાં આવે છે. શ્રીમદ્ ભક્તિરસમાં રસીલા થઈને પરમાત્માને ભેટવા અત્યન્ત ઉત્સુક બની ગયા છે, અને તેઓ પરમાત્માની ભક્તિમાં લીન થઈને લોકની અર્થાત્ દુનિયાની રીઝને અનાદર કરે છે. દુનિયાને રીઝવવી અને પ્રભુને રીઝવવા એ બન્ને કાર્ય સાથે બનતાં નથી. મનુષે દુનિયાને રીઝવવા પ્રયત્ન કરે છે તે પણ તેથી દુનિયાની રીઝરૂપ કાર્ય પાર પડતું નથી. દુનિયામાં એક મનુષ્યને રીઝવવામાં આવે છે તે અન્ય ભિન્ન વિચારવાળો મનુષ્ય નાખુશ થાય છે. મનુની એક સરખી મતિ નથી અને તેણી
www.kobatirth.org
For Private And Personal Use Only