________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રદેશ અવલોકીએ છીએ તો તેની અપૂર્વ રમણીયતા દેખાય છે. શ્રીશાન્તિનાથના સ્તવનમાં તેમણે પ્રભુને ભેટવાના અર્થાત પ્રભુને મળવાના સંબંધમાં પિતાના વિચારોને ભકિતરૂપે વહેવરાવીને સમ્યકત્વાદિ ગુણોવડે પ્રભુની પ્રાપ્તિ જણાવી છે, અને ધ્યાનવડે પ્રભુની. પ્રાપ્તિ થાય છે, તેમ સિદ્ધ કરી બતાવ્યું છે. પ્રભુના. ધ્યાનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને સમાવેશ થાય છે એમ પણ દર્શાવ્યું છે. ધ્યાનની પરિણતિમાં ધ્યાતા પ્રભુના સ્વરૂપની સાથે એકમેક બની જાય છે, અને તેથી તે પ્રભુને પ્રાપ્ત કરે છે. અનુભવ દર્શનથી. પરોક્ષદશામાં પ્રભુનું દર્શન કરવાને ભક્ત સમર્થ બને છે. પ્રભુ ઉપર પ્રેમી બનેલે ભકત ક્ષણેક્ષણે પ્રભુનું દયાન ધરે છે, તેથી તે પ્રભુનું અદ્દભુત રૂપદેખી શકે છે, અર્થાત્ અનુભવી શકે છે. શ્રીમદ્ભા સ્તવનથી તેઓએ પિતે એ અનુભવ કર્યો છે, એવું મને પરોક્ષ દશામાં જણાય છે. એમ તેમના સ્તવન ઉપરથી માલુમ પડે છે. તે સ્તવન નીચે મુજબ છે.
www.kobatirth.org
For Private And Personal Use Only