________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશ્ચર્ય નથી. ધ્યાતા, દયેય અને ધ્યાનનું અકય થતાં હે પ્રભે! અમે આત્માથી કર્મને ભિન્ન કરીને અર્થાત્ તે કર્મ ભિન્ન છે એ ઉપયોગ લાવીને કર્મનો છેદ કરીશું, અને સકલ કર્મને ક્ષય કરીને હે પ્રભે ! ક્ષીરમાં નીર જેમ મળી જાય છે તેમ અમે પણ સિદ્ધ સ્થાનમાં તમારી સાથે મળી જઈશુ. આત્માને પરમાત્મા સ્વરૂપ કરીને તમે જ્યાં સિદ્ધસ્થાનમાં છે ત્યાં આવીને હું પણ તમને મળીશ. એમ ઉપાધ્યાયજી પ્રેમલક્ષણા ભક્તિના ઉભરાથી પ્રભુની સાથે જાણે વાતેજ કરતા હોય, એવી રીતે કથે છે. ભકિત રસમય સ્તવનાથી ઉપાધ્યાયના હૃદયપટમાં ભક્તિદ્વારા પ્રભુનું ચિત્ર કેવું ચિતરાયું હતું તેનું જ્ઞાન વાચકને થયા વિના રહેતું નથી. જૈન શિલી પ્રમાણે અને પિતાના હૃદયેલ્લાસથી ભકત કવિએ શાંતિનાથના સ્તવનમાં પ્રભુને ભેટવાની જે ભાવના ભાવી છે તે અદ્ભુત છે. પ્રભુને ભેટવા માટે જે શબ્દ દ્વારા હૃદયેગારો કાઢયા છે તેનું સૂમ મનન કરીને તેમાં ઉંડા ઉતરીને સ્તવનને
www.kobatirth.org
For Private And Personal Use Only