________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્ત ખરેખર ભકિતની ધૂનમાં ચઢી જઈને કપટાદિ દોને સત્વર નાશ કરીને પિતાના હૃદયને ચન્દ્રની પેઠે નિર્મળ બનાવે છે, અને તે પ્રભુની આગળ ન્હાના બાળક જે બની જઈને પોતાના મનમાં જે જે આવે છે તે પ્રભુને કહે છે. શ્રીમદ્દ આવી ભક્તિના પરિણામમાં પ્રભુના બાળક બની ગયા છે અને પોતાના હૃદયની શુદ્ધતા કરીને તેમાંથી અપૂર્વ ભકિત રસના ઝરાને વહેવરાવીને આત્માની શીતલતાને પ્રાપ્ત કરે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી પોતેજ ભક્તિના પાત્ર ભકતરૂપ પિતે બનીને પોતાના હૃદયના ઉભરાઓ બહાર કાઢીને ભક્ત કવિના ખરા નામને દીપાવીને અને અનુકરણીય બને છે. શ્રીમદ શુદ્ધ ભક્તિરસના રસીલા થઈને પરમાત્માની સ્તુતિ કરીને પ્રભુને એમ કહે છે કે હે પ્રભુ ! તમે મારા ઉપર કંઈ કામણ કર્યું છે કે જેથી મારે મન આપના ઉપર લાગી રહ્યું છે. પ્રભુના ઉપર પિતે કામણ કરવાનું કહીને એમ પ્રકાશે છે કે હું પણું ભક્તિના કામણથી તમને મારા હૃદયરૂપ ઘરમાં
www.kobatirth.org
For Private And Personal Use Only