________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થોનું અનુકરણ કરીને કેટલાક ગ્રન્થને લખવા પ્રયત્ન કરે છે. એવી દંતકથા સાંભળવામાં આવી છે તે નીચે મુજબ છે. શ્રીમદ્દ યશોવિજયજીની નસેનસમાં “સવીછવ કરૂં શાસન રસી” એવી ભાવના વર્તતી હતી. આનન્દઘનની પાસે સુવર્ણસિદ્ધિ છે એમ તેમણે જાણયું હતું. નથી તેમણે વિચાર કર્યો કે સિદ્ધિથી જેનેને ઉદય કરી શકાશે. ઘણા લેકેને જૈન ધર્મમાં લાવી શકાશે. મેડતા લગભગમાં આનદધનજી રહેતા હતા. ઉપાધ્યાયે બહુ સત્કારથી આનન્દઘનજીને ગામમાં તેડાવ્યા, અને બહુ માનથી કહ્યું કે આપની પાસે સુવર્ણ સિદ્ધિ છે તેને લેવા મારી પ્રાર્થના છે. આનન્દઘનજીએ આ અગ્ય પ્રાર્થના છે એમ કહી ત્યાંથી ચાલી નીકળ્યા. ઉપાધ્યાયજીના મનમાં જૈન શાસનને ઉદય કરવાની તીવ્રછા વર્તતી હતી. તેમને કેટલાક દ્વેષીઓ પજવતા હતા અને તેમની નિના કરતા હતા તેથી કેટલીક વખત ઉપાધ્યાયજીના મનમાં તેઓના માટે કરૂણું પ્રગટ થતી હતી. આ બાબતના
www.kobatirth.org
For Private And Personal Use Only