________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાયજીએ શોધ કરાવી તેમાં તે સફળતા પામ્યા. આબુની પાસેના ગામમાં એક વખત ઉપાધ્યાયજી કેટલાક યતિઓની અને શ્રાવકની આગળ અધ્યાત્મની પ્રરૂપણ કરતા હતા. તે વાતની ખાનગીમાં આનન્દઘનજીને ખબર પડતાં તેઓ ગુપચુપ આવીને થતા વર્ગની પાછળ બેઠા. ઉપાધ્યાયજીનું અધ્યાતમ વ્યા
ખ્યાન સાંભળીને સભાએ મુક્ત કંઠે પ્રશંસા કરી, પણ પિલા મહાત્માએ ન ધારણ કરેલું દેખીને ઉપાધ્યાયજીની તેમના તરફ દષ્ટિ ગઈ. તેણે મારા વ્યાખ્યાનની પ્રસન્નતા કેમ ન જણાવી ? એ ઉપાધ્યાયજીના મનમાં વિચાર આવ્યું. ઉપાધ્યાયજીના કહેવાથી તે જ ગાથાને અધ્યાત્મ અનુભવ, પેલા મહાત્માએ પ્રરૂપે તેથી ઉપાધ્યાયનું મન ખુશ થયું, અને જાણ્યું કે અધ્યાત્મજ્ઞાનરસમાં ઝીલનાર આનન્દઘન વિના આવે ઉત્તમ અનુભવ અર્થ કેઈ કરી શકે નહિ, તેથી તેમને વિધુ પૃચ્છા કરતાં તેજ પ્રસન્ન વદનવાળા આનન્દઘનજી છે એમ ઉપાધ્યાયના મનમાં વિશ્ચય થવાથી
www.kobatirth.org
For Private And Personal Use Only