________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને વિજયપ્રભસૂરિ, હતા, એમ તસ્કૃત ગ્રન્થથી પરવાર થાય છે. તેમના ગુરૂ નયવિજયજી અમદાવાદમાં વિશેષ રહેતા હતા, બાલ્યાવસ્થામાં જ તેમણે તથા શ્રી વિનયવિજયજીએ જિન ધર્મનાં ઘણાં શાસ્ત્રને અભ્યાસ કર્યો. તે બન્નેની અપૂર્વ બુદ્ધિનું અવલોકન કરીને તે બંનેને વ્યાકરણ અને ન્યાયને પરિપૂર્ણ અભ્યાસ માટે કાશીમાં કરવા મોકલાવ્યા. તે વખતે સંસ્કૃત ભાષાવિદ્યાની પીઠિકાભૂત કાશી હતું. તે બનેએ બ્રાહ્મણ વિદ્વાનની પાસે અધ્યયન શરૂ કર્યું. શ્રી વિનયવિજયજીએ વ્યાક રણને મુખ્ય વિષય લીધે અને ન્યાયના વિષયને ગૌણપણે ગ્રહણ કર્યો. શ્રીમદ્દ યશવિજયજીએ ન્યાયના વિષયનું મુખ્યપણે અધ્યયન કર્યું, અને વ્યાકરણ સાહિત્યનું ગૌણપણે ગ્રહણ કર્યું. તે બન્નેએ બાર વર્ષ પયત શાસ્ત્રોનું અધ્યયન કરીને અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. તેમના વિદ્યાગુરૂ બ્રાહ્મણ, જૈનધર્મને દ્વેષી છતાં, વિનયાદિથી તેને પ્રસન્ન કરીને તે પછી તેઓએ ગુરૂને સતેષપૂર્વક વિદ્યા ગ્રહણ કરી. તેમના ઉપર અધ્યાપક વિદ્યા
www.kobatirth.org
For Private And Personal Use Only