________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વક થશે, અને તત્ત્વવેત્તા થશે. ગૃહસ્થાવાસમાં રહેશે તે અલ્પ અને ઉપકાર કરી શકશે અને પોતાના ગુણેને લાભ આપવાને માટે સાધુના જીવનની પેઠે સ્વતંત્ર પ્રયત્ન કરી શકશે નહિ. આવા એક પુત્રને જૈન ધર્મના ઉદ્ધારને માટે અને આખા જગના ભલાને માટે બ્રહ્મચર્ય આશ્રમમાં સદાકાળ રહે એવી દીક્ષા અપાવવી એ તમારા નામને અમર કરવા જેવું સુકૃત્ય છે. તમારા પુત્રને ગુરૂને સેંપવા માટે સંઘ વિનંતિ કરે છે તે સ્વીકારશે. પુત્રની માતા અત્યંત હર્ષાયમાન થઈ અને તેને હર્ષાશ્રુ આવ્યાં, અને સંઘને કહેવા લાગી કે જેને તીર્થંકરો પણ નમસ્કાર કરે છે એ શ્રી સંઘ મારી પાસે પુત્રરત્નની માગણી કરે છે, અને તે જગના ભલાને માટે મહા પ્રભાવક થશે તે આના કરતાં અન્ય કાંઇ મને રૂડું જણાતું નથી, માટે મારા પુત્રને હું સંઘને સોંપું છું. સાત ઘર વચ્ચે એકને એક પુત્ર હોવા છતાં પણ માતાએ જૈનધર્મના ઉદ્ધારને માટે ગુરૂને સોંપે, અને તે જગાએ દીક્ષા અંગીકાર કરી.
www.kobatirth.org
For Private And Personal Use Only