________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશ્ચર્ય પામી બોલ્યાં કે તને ક્યાંથી ભક્તામર રત્ર આવડે? પુત્રે કહ્યું કે હે માતુશ્રી ! તમે મને તમારી સાથે ગુરૂની પાસે ઉપાશ્રયમાં દર્શન કરવાને તેડી ગયાં હતાં તે વખતે મેં પણ ભક્તામર સ્તોત્ર સાંભળ્યું હતું તે મને યાદ રહ્યું છે. માતાએ સંભળાવવાનું કહ્યાથી પુત્રે ભક્તામર સ્તોત્ર સંપૂર્ણ અને એક પણ ભૂલ સિવાય સંભળાવ્યું, તેથી માતાને બહુ આનંદ થયે અને ભજન કર્યું. ત્રણ ચાર દિવસ સુધી ભક્તામર સ્તોત્ર, પુત્રની પાસેથી સાંભળ્યું. વરસાદની હેલી સમાપ્ત થતાં શરીર આરોગ્ય થવાથી જશાનાં માતુશ્રી, ગુરૂની પાસે ઉપાશ્રયમાં ભક્તામર સ્તોત્ર સાંભળવા ગયાં. ગુરૂએ પૂછયું કે હે સુશ્રાવિકા ! તને લકતામર સ્તોત્ર સાંભળ્યા વિના સાત દિવસના ઉપવાસ થયા હશે. શ્રાવિકાએ બે હાથ જોડીને કહ્યું કે આપના પસાયથી મેં ભક્તામર સ્તોત્ર મારા પુત્રના મુખેથી સાંભળ્યું છે. ગુરૂ આશ્ચર્ય પામ્યા અને પૂછયું કે તારે પુત્ર શી રીતે ભકતામર સ્તોત્ર સંભળાવી
www.kobatirth.org
For Private And Personal Use Only