________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા નીવડવાના એવાં ચિહે તેમનામાં બાલ્યાવસ્થાથી જ માલુમ પડતાં હતાં. તેમનાં માતુશ્રીને દરરોજ ગુરૂની પાસે જઈને ઉપાશ્રયમાં
ભક્તામર સ્તોત્ર* સાંભળવાને નિયમ હતે. ચામાસાના એક દિવસમાં ઘણું વરસાદની હેલી થવાથી તેમજ પિતાનું શરીર નરમ હેવાથી ગુરૂ પાસે જઈ ભક્તામર સ્તોત્ર સાંભળી શકયાં નહિ. એમને નિયમ એ હતું કે ભક્તામર સ્તોત્ર સાંભળ્યા સિવાય ભેજન લેવું નહિ; તેથી ઉપરના કારણથી ત્રણ દિવસના ઉપવાસ થયા. યશોવિજયજીનું તે વખતનું સાંસારિક નામ જશે હતું, અને તેમની ઉમર આ પ્રસંગે ૭ વર્ષની હતી. ચોથા દિવસે જશાએ પોતાની માતશ્રીને પૂછયું કે હું માતુશ્રી ! તમે કેમ બે ત્રણ દિવસથી ખાતાં નથી? માતાએ જવાબ આપે કે હે પુત્ર ! હું ભક્તામર સ્તોત્ર સાંભળ્યા સિવાય ભેજન લેતી નથી. જશાએ વિનયથી કહ્યું કે તમારી ઈચ્છા હોય તે હું તમને ભક્તામર સ્તોત્ર સંભળાવું. માતા
www.kobatirth.org
For Private And Personal Use Only