________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
ગુણે અને વતેમાં સમાવેશ કરવામાં આવ્યું છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમત્વ ત્યાગ, વિનય, વિવેક, પરોપકાર, દાન, વાર્થ ત્યાગ, શાંતતા સમતા, ગુણનુરાગ દ્રષ્ટિ, સત્યમાર્ગ કથન, શુદ્ધ પ્રેમ, નમ્રતા, સેવા, અને સંપ વગેરે સદગુણે વિનાની ધર્મક્રિયાઓ અને ધર્મવેષ શેલી શકતું નથી. સગુણ વિનાની ક્રિયાઓ શેશિ શકતી નથી. તેમજ ઉપર્યુક્ત સદ્ગણે વિના ન્યાય, વ્યાકરણ અને ભાષાનું પાંડિત્ય તથા ધન અને સત્તાને અધિકાર પણ શેભી શકતું નથી. સદાચાર અને ઉત્તમ જ્ઞાનથી મનુષ્ય શોભી શકે છે-સાધુઓ વા ગૃહસ્થો ઉત્તમ જ્ઞાન અને દયા, સત્ય આદિ ઉત્તમ આચાર વિના પોતાના અધિકારને ભાવી શકતા નથી. ઈત્યાદિ આચારને તે સૈકામાં જણાવનાર મહા પુરૂષ શ્રીમદ યશોવિજયજીને જેટલે ઉપકાર માનવામાં આવે તેટલે ન્યૂન છે. શ્રીમદે વૈરાગ્યને ઉપદેશ ઉત્તમ પદ્ધતિથી
આપે છે. જંબુસ્વામીના રસમાં
www.kobatirth.org
For Private And Personal Use Only