________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
કરીને ઉપદેશ દેતા હતા. બે સંધ્યા વખત ષડુ આવશ્યકની ક્રિયા કરતા હતા. ગરીબ અને ધનવંતને સમાન ગણતા હતા. સનાતન જૈન સિદ્ધાંતોના અનુસારે ઉપદેશ દેઈને જેનેને વર્તમાન કાળમાં કરવા રોગ્ય કાર્યો જણાવતા હતા. પ્રતિક્રમણના ઉચ્ચ આશાને પદ્યરૂપે ભાષામાં રચીને જેના ઉપર મહાન ઉપકાર કર્યો છે. ષડુ આવશ્યકોના હેતુઓ બહુ ઉત્તમ છે. આવશ્યક કિયાઓનાં સૂત્રોનું રહસ્ય જે બરાબર દલીલે પૂર્વક સમજાવવામાં આવે તે પ્રત્યેક જૈનેને તેને ઉત્તમ લાભ મળી શકે. જૈનશામાં ઉત્તમ આચારોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમના વખતમાં જેને નીતિ આદિના આચારને ધારણ કરતા હતા. શ્રીમદે ઉત્તમ આચારોને દર્શાવવામાં કમર કસીને મહેનત કરી છે. આવાઃ રજુ કથા પર આચાર તે પ્રથમ ધર્મ છે. સદાચાર વિના મનુષ્ય શેભી શક્તિ નથી, સદાચારને કેટલાક વિદ્વાને નીતિ ધર્મ કહે છે અને તેને જૈન દર્શનમાં માર્ગોનુસારી
www.kobatirth.org
For Private And Personal Use Only