________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ મહા પ્રભાવક જ્ઞાની ગીતાર્થ મુનિવરનાં છેલ્લાં વર્ષ અધ્યાત્મજ્ઞાન, ધ્યાન, અને ધર્મ કિયામાં, વહન થયાં હતાં એમ લેખકને તેમના ગ્રન્થરૂપ આરીસામાં જોતાં મનમાં નિશ્ચય થાય છે. અધ્યાત્મજ્ઞાન વિસ્તાર કરવા ગુર્જર ભાષામાં શ્રી પાલરાસ, જંબુસ્વામીરાસ, અને દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં તેમણે ઉત્તમ બેધ આપે છે. તેમણે હિન્દુસ્થાની અને ગુર્જર ભાષામિ જેવી ભાષામાં સમાધિશતક, સમતાશતક, જશવિલાસ વગેરે ગ્રન્થ રચીને મનુષ્ય ઉપર મહાન ઉપકાર કર્યો છે.
અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષત, જ્ઞાનસાર વગેરે ગ્રન્થ લખી સંસ્કૃત ભાષાજ્ઞ મનુષ્ય ઉપર પણ મહાન ઉપકાર કર્યો છે. અત્ર ગુર્જર ભાષાના ગ્રન્થમાં લખેલા અધ્યાત્મજ્ઞાન વિષય ચર્ચવામાં આવે છે તેથી અધ્યાત્મજ્ઞાનાદિ પુષ્ટિ માટે સંસ્કૃત ભાષાના ગ્રન્થની સાક્ષી આપી નથી. અધ્યાત્મ જ્ઞાનમાં ઉપાથાયછ બહુ ઉંડા ઉતર્યા હતા. આવી દશાવાળા મહાસુરૂષનું સાધુચારિત્રજીવન ખરેખર ઉત્તમોત્તમ હતું,
www.kobatirth.org
For Private And Personal Use Only