________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) આવતા તેઓની સેવા ચાકરી કરવા માટે તે કચાશ રાખતી નહોતી. પિતાના કુટુંબને તે પ્રસંગોપાત્ત સારી સલાહ આપ્યા કરતી હતી. શેઠ મગનલાલ કંકુચંદને પણ તેની સલાહ ઘણી ઉપયોગી થઈ પડતી હતી. પિતાના પતિ
જ્યારે કોઈ કોઈ વખતે ચિંતામગ્ન થતા ત્યારે તેમને ઘણી ધીરજ આપતી હતી, અને સંસારના સાથી તરીકે પોતાની નેક ટેક સદા અદા કરતી હતી. તેનામાં ગંભીરતા, માયાળુ સ્વભાવ, અતિથિ સત્કાર, પોપકાર વૃત્તિ, સવને સારામાં ભાગ, સહનશીલતા, નમ્રતા, વિવેક વિગેરે ઘણું ગુણો ખીલ્યા હતા. શેઠ મગનલાલ કંકુચંદને જરા માત્ર પણ ઓછું આવવા દેતી નહોતી. ટુંકામાં સુશીલ પત્ની તરીકેની ખ્યાતિ તેણે મેળવી હતી. તેઓ મુંબઈ જૈન મહિલા સમાજમાં પેટ્રન હોવાનું માન ધરાવતાં હતાં. બાઈ ચંદનને પુણ્યાગે એક પુત્ર થયા હતા પણ તે ગુજરી ગયે. બાઈ ચંદનને કુંકુમ પગલાંથી કુટુંબમાં લીમી વધવા લાગી અને જ્યાં ત્યાં તેમના કુટુંબની પ્રતિષ્ઠામાં વધારો થવા લાગ્યા. બાઈ ચંદને પિતાના પતિ સાથે ઘણું યાત્રા કરી, સાધુ સાધ્વીએને દાન આપ્યાં અને ઘણા મુનિયોનાં વ્યાખ્યાન સાંભળ્યાં. સં. ૧૮૬૮ ની સાલમાં તેમને સ્વર્ગવાસ થયે. . સંવત ૧૮૬૮ ની સાલમાં ગઢડાની બાઈ મંગુની સાથે રોડ મગનલાલ કંકુચંદનું ત્રીજી વખત લગ્ન થયું. તે બાઈ હાલ ક્યાત છે; અને તે બાઈ પણ સારા સગુણે ખીલવી પૂર્વ ની સ્ત્રીઓની પડ પ્રખ્યાત થાય એવી ઈચ્છા રાખવામાં આવે છે. - શેઠ મગનલાલ કંકુચંદના મોટાભાઈ રવચંદભાઈ ગુણીયલ હતા તેનામાં ગંભીરતા અને શાનતા હતી. પોતાના કુટુંબનું પ્રતિપાલન કરવામાં તેઓ દક્ષ હતા. તેઓ પિતાની પાછળ સુશીલ જેસંગભાઈ નામના પુત્ર મુકીને સંવત ૧૯૪૯ ની સાલમાં સ્વર્ગવાસી થયા. એક મગનલાલના પિતા કચંદભાઈ સં. ૧૯૫૨ માં સ્વર્ગવાસી થયા. શેઠ બાદરભાઈ કુચંદ સંવત્ ૧૯૫૮ માં સ્વર્ગવાસી થયા. સંવત્ ૧૯૬૩ માં ઘેલાભાઇ કંકુચંદ પિતાની પાછળ બાલચંદ નામના પુત્રને મુકી સ્વર્ગવાસી થયા. તેમના સૈથી લઘુ બંધુનું નામ ઉમેદભાઈ છે, તેઓ ઘણા બાહોશ છે અને અત્યંત માયાળુ છે.
શેઠ બાદરભાઈ કંકુચંદની પાછળ તેમની મીતમાંથી રૂપીઆ દશહજાર ખરચી બાદરભાઇના નામથી જોશીવાડામાં બાદ૨વાડી બંધાવી છે. સંવત ૧૯૬૬ ની સાલમાં પંડિત રવિદત્ત લક્ષ્મીશંકરને પગાર આપી બાદરવાડીમાં
For Private And Personal Use Only