________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર) જૈન શ્રાવિકાઓને ભણાવવા માટે પાઠશાળા સ્થાપી છે. તે પાઠશાળા હાલ પણ ચાલે છે. અનેક પાઠશાળાઓને શેઠ મગનલાલ કંકુચંદે મદદ કરી છે.
તેમનામાં દયા ગુણ પ્રતિદિન ખીલતે જાય છે. સંવત ૧૯૫૬ ની સાલમાં ગુજરાત મારવાડ વગેરેમાં ભયંકર દુકાળ પડે ત્યારે શેઠ મગનલાલ કંકુચંદે મુંબાઇમાં ઘણું ગરીબોની તથા પાંજરાપોળોની ટીમાં મદદ કરી હતી, અને ઘણી ટીપે શેકીઆઓ પાસે જાતે જઈ ભરાવી હતી. વિજાપુરમાં સંવત્ ૧૯૫૬ ની સાલમાં પશુઓને ઘણું દુઃખ પડયું ત્યારે મુંબાઈમાં પાંજરાપોળની ટીપ કરાવી રૂપીઆ દશહજારને આશરે ભરાવી આપ્યા તથા મુંબાઈ મોતીના કોટેથી વિજાપુરની પાંજરાપોળ માટે રૂ. ૨૦૦ નું વર્ષાસન બાંધી આપવામાં મદદ કરી. તથા સંવત ૧૮૫૬ ની સાલમાં દુષ્કાળીઆઓને નવ મહીના સુધી મમરા ચણ આપી મદદ કરી હતી.
શા મગનલાલ કંકુ અનેક મનુષ્યોને ગુપ્તદાન આપ્યાં છે. તે અવ નંધમાં લાવવા જેવાં નથી.--ગુપ્તદાન આપવાથી અનંત પુણ્ય ઉત્પન્ન થાય છે. ઘણું શ્રાવિકાઓને તેમણે ગુપ્તદાન આપી મદદ કરી છે અને અનેક શ્રાવકોને પણ ખાનગીમાં મદદ કરી છે. માત્ર જૈનોને દાન આપી સહાય કરે છે એટલું જ નહીં પણ સર્વ સાધારણ મનુષ્યોને મદદ કરે છે. અમદાવાદની જૈન બોર્ડીંગમાં બે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તરીકે દશ રૂપીઆ કેટલાક વરસ આપવામાં આવ્યા છે. રાજકેટની જૈન બોર્ડીગમાં તેમણે રૂપીઆ સી બક્ષીસ આપેલા છે. મુંબઈમાં સ્થપાએલા મહાવીર જૈન વિદ્યાલયમાં તેમણે દર વર્ષે રૂપીઆ પચાસ દશ વરસ સુધી આપવા કબૂલ્યું છે. પાલીતાન જૈન બાલાશ્રમ વગેરે અનેક ખાતાઓમાં વખતો વખત તેમણે ઘણી મદદ કરેલી છે અને કરે છે.
જીવદયા સંઘપુર, ઘસાયતા, રામપુરા, મહુડી, હીરપુરા વગેરે સાબરકાંઠાના તેર ગામોમાં દશેરાને દીવસે પશુવધ થતો હતો તે બંધ કરાવ્યો છે. હાલ પણ તેમની પશુવધ બંધ કરાવવામાં પ્રવૃત્તિ છે. આગલેડમાં દશેરાને દીવસે એક ભેંસ ભરાતી હતી તેનો અટકાવ કરવા માટે અમલદાર વર્ગને કહી આજ સાલમાં સારી સહાય આપી છે–બંધ થયો છે.
સંવત ૧૯૬૭ ની સાલમાં ગુજરાતમાં દુષ્કાળ પડે ત્યારે વિજાપુરની પાંજરાપોળમાં અનેક પશુ આવવા લાગ્યાં. તેમના માટે તેમણે સારો બંદોબસ્ત કર્યો છે. સંવત ૧૯૭૧ ના દુષ્કાળમાં તેમણે ગાય ભેંસના ચારામાં ઘાસની સારી મદદ આપી છે.
For Private And Personal Use Only