________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) સરસ્વતી અને પહતી એ બે દેવનદીઓની વચ્ચમાં જે દેવનિર્મિત દેશ છે તેને બ્રહ્માવર્ત દેશ કહે છે. સરસ્વતી અને સાબરની વચ્ચે આવેલ દેશ હાલ જે છે તેને બ્રહ્માવર્ત દેશ કહેવામાં આવે છે. હિંદુઓ સાબર નદીને દેવનદી માને છે. કલિમાં ગંગાની પેઠે સાબરનો મહિમા વધશે એમ કેટલાક વેદાન્તી બ્રાહ્મણો કહે છે. એવા નિર્ણય પર આવ્યાથી ગુજરાતને પૂર્વે બ્રહ્માવર્ત દેશ કથવામાં આવતું હતું એમ મનુસ્મૃતિના શ્લોકથી સિદ્ધ થાય છે.
બ્રહ્માવત દેશ પશ્ચાત તેને આનર્ત રે કહેવામાં આવતો હોય એમ કેટલાક ઐતિહાસિક પુરાવાના (કૂમ ક્ષત્રિય પાટીદારના ઐતિહાસિક પુસ્તક) આધારે કહેવામાં આવે છે. શિલાદિત્ય રાજાના સમયમાં તેની સૌરાષ્ટ્ર દેશમાં ગણના થતી હોય એમ કેટલાંક અનુમાનથી પ્રાયઃ અવબોધાય છે. પશ્ચાત વિદેશી હુણ અને ગુર્જરની સ્વારીઓ સારાષ્ટ્ર પર આવી અને તેઓએ સૌરાષ્ટ્રને જીતી લીધી. તે ગુર્જરોના નામે ગુર્જરત્રા, (ગુજરાત) દેશની પ્રસિદ્ધિ થઇ, સિરાષ્ટ્ર, લાદેશ, વગેરે ઘણું દેશે મળીને હાલ ગુજરાત દેશ ગણાય છે. એતિહાસિક પુસ્તકો, શિલાલેખો વગેરેનો જાહેરમાં પ્રકાશ થતાં આ વિષય પર ખરેખર વિશેષ પ્રકાશ ભવિષ્યમાં પડશે. કાનમ, ચરોત્તર, દંડા, ધંધાર, લાટ, વગેરે ઘણું દેશને હાલના ગુજરાતમાં સમાવેશ થાય છે. એતિહાસિક ગ્રન્થોમાં ગુર્જર દેશ એ પ્રમાણે દેશની કયા સૈકાથી ખ્યાતિ થઈ તે સંબંધી હાલ એતિહાસિક સાક્ષરો પ્રયત્ન કરી રહ્યા છે. રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, વગેરે સાસરે ગુર્જરાતના ઈતિહાસ સંબંધી અપૂર્વ શોધો
ની પ્રવૃત્તિમાં લીન થયા છે. વિજાપુર વગેરે પ્રદેશ હાલ, ગુજરાત દેશના નામે ઓળખાય છે. વિજાપુરનો ગુજરાત દેશમાં સમાવેશ થાય છે. વિદેશી ગુર્જર પિતાની પાછળ ગુજરાત એવા દેશથી પિતાના નામને અમર કરી ગયા છે તથા ગુજજર વણિક નામની જાતિને પણ પોતાના નામથી પ્રસિદ્ધ કરી ગયા છે.
વિજાપુર ગુજરાતમાં સમાવેશ થાય છે એમ ઉહાપોહથી નિર્ણય કરીને હવે મૂળ વિષયપર આવીએ છીએ. વિજાપુરની ઐતિહાસિક બીના તપાસવાને માટે અમોએ વિજાપુરના પ્રાચીન રહીશોને તેના લેખો સંબંધી ઘણું પુછયું અને તેઓના મુખથી કિંવદંતીઓ સાંભળીને તે ઉપરથી કેટલીક અનુમાન કલ્પના ચિતરી છે. તેથી વાંચકે અમારા પર ઉદારભાવથી કેટલીક બાબતોમાં સંતવ્ય બુદ્ધિ ધારણ કરશે એવી આશા રાખવામાં આવે છે.
અમારી જન્મભૂમિ સ્થળ વિજાપર હોવાથી શરીર પિઘવામાં, કેળવણી લેવામાં અને આત્મતિના સર્વ ઉપાયો પ્રાપ્ત કરવામાં તેને ઉપકાર અવધી વ્યાવહારિક ફરજદષ્ટિએ વિદ્યાપુરીય જનેને ટવજન્મભૂમિ
For Private And Personal Use Only