________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(w) હાલમાં શા. ચંદુલાલ કળ જ્ઞાનમંદિર મિત્રમંડળ વગેરે ધાર્મિક કાર્યોમાં સારે ભાગ લે છે. વિજાપુરમાં શેઠ પોપટલાલ કચરાભાઈ એક સત્યવાદી તરીકે પ્રસિદ્ધ છે. વિજાપુરના જેને અન્ય શહેરેના જેની વ્યવહારિક કેળવણીની અપેક્ષાએ પશ્ચાત છે તથા ધાર્મિક કેળવણીમાં પણ પશ્ચાત્ છે. કુસંપ, અદેખાઈ વગેરે દુર્ગથી તે પાછો ફરી સંપીલે બને તે સર્વ બાબતમાં ચડતીને પામી શકે. હાલમાં ધાર્મિક પાઠશાળા કે જે ચાર વર્ષથી બંધ પડી હતી તેને પાછી ચલાવવા માટે ઉપદેશ આપીને વિ. ૧૯૮૦ માં અમે કંડ કરાવ્યું છે. તેના પ્રમુખ તરીકે દેશાઈ ડાહ્યાભાઈ નથુભાઈ તથા ઉપપ્રમુખ તરીકે શા. વાડીલાલ હરિચંદ છે. તથા સેક્રેટરી તરીકે શા ભેગીલાલ અમથાલાલને નીમ્યા છે. વિજાપુરમાં વ્યાપારમાં જેને મધ્યમ સ્થિતિવાળા તથા મંદ સ્થિતિવાળા છે. પરદેશમાં વ્યાપારાથે જનારા જૈને કંઈક આર્થિક સ્થિતિમાં સુખી થવા લાગ્યા છે. વિજાપુરના જેન વણિકે દક્ષિણ વગેરેમાં ગયા છે અને ત્યાં જાશુકને વાસ કરી રહ્યા છે. જેનધમી વણિકોમાં જૈન તત્વજ્ઞાન બિલકુલ કમી હોવાથી તેઓ ધામિકનીતિમય જીવનને સારી રીતે પ્રાપ્ત કરી શકતા નથી. લક્ષમીમંત વણિકે તથા વ્યાપારી વણિકોમાં ધાર્મિક નીતિમય પ્રવૃત્તિ જીવનને જુસ્સે સદા જવલંત રહે છે તે તેમાં દુર્ગુણથી પડતીનો પ્રવેશ થતો નથી. બાલલગ્ન, વૃદ્ધલન અને કન્યાવિક્રયથી વિજાપુરની જેમ કામને વારંવાર સદુપદેશ આપ્યા છતાં હજી સર્વથા મુક્ત થઈ નથી. જેને તેથી પડતીના માર્ગ તરફ ઘસડાવા લાગ્યા છે. માટે જૈનકેમ, સવેળા ચેતશે તે ચડતીના માર્ગ તરફ વળશે. વિજાપુરના જૈનેએ દરરોજ ખાતાં પહેલાં કેઈપણ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું જોઈએ. વિજાપુરને જૈન યુવક સમુદાય પણ જે ચેતીને ઉન્નતિના માર્ગે વળશે તે સારું થશે. જેન ધાર્મિક તવજ્ઞાનપૂર્વક જૈનધર્મની આરાધના કરશે તે. તેઓ વ્યવહારમાં પણ ચડતી પામશે.
For Private And Personal Use Only