________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विजापुरना जैन मंदिरो.
[વિજાપુરમાં શ્વેતાંબર જૈનોનાં મંદિરે છે અને
૧ હુંબડ-દિગમ્બર મંદિર છે] ૧ીચિંતામાણુ પાશ્વનાથનું દેરાસર–જેન કેન્ફરન્સ હૈરવડમાં દેશાઈ મોહનલાલ દલીચંદે દિવાળીના અંકમાં એક જૂની પટ્ટાવલિ છપાવી હતી, તેમાં લખ્યું છે કે–ગુજરાતના વાઘેલા વીરધવલરાજાના મંત્રી વસ્તુપાલ-તેજપાલે વિ. સં. ૧૨૮૫માં વિજાપુરમાં ચિંતામણિ પાશ્વનાથના મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વિજાસુરમાં વિ. સં. ૧૨૮૫ પહેલાં પાંચસે સાતમેં વર્ષ ઉપર બંધાવેલું વા તે પૂર્વેનું ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર હોય એમ તે ઉપરથી અનુમાન થઈ શકે છે. જુના વિજાપુરમાં ચિંતામણિપાશ્વનાથનું દેરાસર હતું. દિલીના બાદશાહ અલાઉદ્દીનના સમયમાં વા અમદાવાદના સુલ્તાન અહમદશાહ તથા મહમદ બેગડાના વખતમાં જેનેનાં અને હિંદુઓનાં દેરાસરે તેડવામાં આવ્યાં અને તેનીજ તથા તેના પત્થની મસીદે બાંધવામાં આવી, તે વખતે શ્રી ચિંતામણિ પાશ્વનાથનું દેરાસર તેડવામાં આવેલું અને ચિંતામણિ પાર્શ્વના થની પ્રતિમાને ભાટવાડામાં એક બ્રાભટ્ટના ત્યાં બે ત્રણ સેકા સુધી ગુમરીતે જાળવવામાં આવી અને ત્યાંજ પૂજવામાં આવી. તે કાલે બારેટ ભાવિક પ્રભુભક્ત અને ઘણી વગસગવાળા તથા પ્રતિષ્ઠિત હતા. વિ. સં. ૧૮૩૧ સુધી મંગલજી જશકરણના વહીવટદેખરેખ નીચે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા હતી. તેમના ત્યાં જારી -અલગ ઓરડીમાં પ્રતિમાજી રાખવામાં આવ્યાં હતાં, બારોટ છોટાલાલ કાલીદાસ કહે છે કે અમારા વડવાએ જ્યારે ગાયકવાડીહિંદુરાજયની સ્થાપના થઈ. અને જૈનસંઘે ભાટવાડામાં પાર્શ્વનાથનું દેરાસર બાંધવા માંડ્યું ત્યારે બારેટ મંગલજી જશકોણે શ્રી સંઘને પાનાથની પ્રતિમા વિ. સં. ૧૮૩૧ માં સંપી. વિ. સં.
For Private And Personal Use Only